Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

સુરત : સુરતનાં વિદ્યાર્થીઓનું ગ્રુપ વડાપ્રધાનને વેલેન્ટાઈન્સ ડે પર ખાસ 151 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપશે

સુરત : સુરતનાં વિદ્યાર્થીઓનું ગ્રુપ વડાપ્રધાનને વેલેન્ટાઈન્સ ડે પર ખાસ 151 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપશે: વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવવા માટે કપલ અવનવા ગિફ્ટ આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રિય એવા વડાપ્રધાનને આ ખાસ દિવસે સુરતનું વિદ્યાર્થી ગ્રુપ ગિફ્ટ આપશે.

ગ્રુપ દ્વારા એક ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે તૈયાર કરાવવામાં આવ્યું છે. જે 25 કેરેટના 151 ગોલ્ડ પ્લેટ રોઝ થી બનાવાયું છે.વડાપ્રધાનની વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી અનેકવાર જોવા મળે છે જેને લઈને શહેરના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા વડાપ્રધાનને પોતાની લાગણી દર્શાવવા માટે એક ખાસ બુકે તૈયાર કરાવવામાં આવ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

શહેરની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 5-10 નહીં પરંતુ 151 ગોલ્ડ પ્લેટડ રોઝનું ખાસ બુકે તૈયાર કરાવડાવ્યું છે.આ અંગે વિદ્યાર્થીની મહેકે કહ્યું કે વડાપ્રધાન હંમેશાથી અમારા આદર્શ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે તેઓની લાગણી દરેક વિદ્યાર્થી જાણે છે. અમે તમામ વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મની વાપરીને આ બુકે બનાવનાર જવેલર્સ દિપક ચોકસીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દર્શાવી હતી. જેથી તેમની આ લાગણી જોઈ અમે પણ ઓર્ડર લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ પોતાના હાથે આ બુકેમાં એક-એક ગોલ્ડ પ્લેટેડ રોઝ મૂકે. આ બુકેની ખાસિયત છે કે ભલે આ બુકે લાખો રૂપિયાનું હોય પરંતુ તેમાં વિદ્યાર્થીઓની પીએમ પ્રત્યે ભાવના સ્પષ્ટ નજર આવશે.

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે કૃષિ ઇનપુટ વેપારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં કોલેજ ગર્લને ડ્રગ્સ પીવડાવી બળાત્કાર ગુજાર્યો

cradmin

નોકરીની લાલચ આપી ચીટીંગ કરતી નાઇજીરીયન ગેન્ગ પકડી પડતી જામનગર પોલીસ.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!