Surat: સુરત માં રસ્તા પર થી મળેલું કિંમતી હિરા જડિત મંગળસૂત્ર વાળંદે કર્યું પરત: સુરત શહેરમાં હેર સલૂન ધરાવતાં એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાર્ગવ નામનાં આ વ્યક્તિને રસ્તા પરથી એક મંગળસૂત્ર મળ્યું હતું.
ત્યારે ભાર્ગવે પોલીસની હાજરીમાં મંગળસૂત્ર મૂળ માલિકને પરત આપ્યું હતું. પોલીસે પણ ભાર્ગવની ઈમાનદારીને બિરદાવી હતી.પોલીસ પણ શોધી રહી હતી મંગળસૂત્રવર્તમાન સમયમાં ઈમાનદાર વ્યક્તિ ખૂબ ઓછા જોવા મળે છે. રસ્તા પર કોઈને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પૈસા-પર્સ કે પછી અન્ય કોઇ કિમતી વસ્તુ મળે તો ઘણાં એવાં ઓછા લોકો હોય છે કે જે પરત કરતાં હોય છે. આવો જ ઈમાનદારીનો કિસ્સો સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ધવલ લાલા નામનાં વ્યક્તિ પોતાની પત્નીનું
Read more:- સુરતમાં ત્રિપલ મર્ડર કેસનાં આરોપીઓનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર, સગીર આરોપી જુવેનાઇલ હોમમાં મોકલાયો…
હીરા જડિત મંગળસૂત્ર લઈને જતાં હતાં ત્યારે સિટીલાઈટ નજીક આ કિંમતી મંગળસૂત્ર ખોવાઈ ગયું હતું. મંગળસૂત્ર ખોવાઇ જતાં તેમણે આ બાબતે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો.ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા પણ ધવલ લાલાને મદદ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ ધવલ લાલાની સાથે સિટીલાઈટમાં આ ખોવાયેલું મંગળસૂત્ર શોધવાં માટે ગયાં હતાં. ધવલ લાલાનું જે મંગળસૂત્ર ખોવાયું હતું તે હેર સલૂન ધરાવતાં ભાર્ગવ નામના વ્યક્તિને મળ્યું હતું. પોલીસ મંગળસૂત્ર શોધી રહી હતી ત્યારે આ બાબતે ભાર્ગવને જાણ થઈ હતી અને ભાર્ગવે ધવલ લાલાને આ મંગળસૂત્ર પરત કર્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, આ મંગળસૂત્ર જ્યારે મળ્યું ત્યારથી અમે આ મંગળસૂત્રનાં માલિકને શોધી રહ્યા છીએ. પોલીસે મંગળસૂત્ર પરત કરનાર ભાર્ગવની પ્રશંસા કરી હતી.ભાર્ગવને જ્યારે રસ્તાં પરથી આ મંગળસૂત્ર મળી આવ્યું ત્યારે તેને દુકાનનાં ડેસ્ક પર આ મંગળસૂત્ર આપી દીધું હતું અને ડેસ્ક પર બેસેલાં વ્યક્તિને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આવે તો પ્રુફ આપે તો આ મંગળસૂત્ર પરત કરી દેવું અને જો કોઈ વ્યક્તિ મંગળસૂત્ર લેવાં નહીં આવે તો રાત્રે પોલીસ સ્ટેશનમાં જઈને આ મંગળસૂત્ર જમાં કરાવવું. ભાર્ગવની ઈમાનદારીના કારણે ધવલ લાલાને જે મંગળસૂત્ર ખોવાયું હતું તે પરત મળ્યું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ ભાર્ગવે ધવલ લાલાને આ મંગળસૂત્ર પરત આપી ઈમાનદારીનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.