જામનગર : એક ઈસમને ચોરીમાં ગયેલ બાઈક કી.રૂ ૨૫,૦૦૦/- સાથે પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ
વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી વરુણ વસાવા સાહેબની સુચના અને પોલીસ ઈન્સપેકટર શ્રી એચ.પી.ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. શ્રી ડી.એસ.વાઢેર માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૩ ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ બળભદ્રસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે એક કાળા કલરનુ સ્પ્લેન્ડર મો.સા લઈને એક ઈસમ વિક્ટોરીયા પુલથી ગુલાબનગર તરફ જઈ રહેલ છે તેવી હકીકત મળતા ગુલાબનગર ચોકી પાસે વોચમા રહેતા ઉપરોક્ત વર્ણન વાળા મો.સા. સાથે એક ઈસમ નીકળતા તેને રોકી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ અનીલ કાકુભાઈ ભોણીયા દેવીપુજક ઉ.વ ૩૨ ધંધો મચ્છીનો રહે રાજકોટ જંકશન પ્લોટ ગાયકવાડ છ કીટી પરા વિસ્તાર આવાસ યોજના કોટરમા એ બીલ્ડીંગ પહેલો માળે રૂમ નં ૨૦૩ રાજકોટ વાળો હોવાનુ જણાવેલ તેની પાસે રહેલ મો.સા.ની નંબર પ્લેટ ન હોપ જેના ચેસીસ નં. 99H19E02824 તથા એન્જીન નં. 99H17M01710 હોય જેને ઈકોપ મોબાઈલમાં સર્ચ કરતા તેના રજી નંબર GJ-10-L- 7926 જોવામા આવેલ મજકુર ઈસમ ચોરીના ગુનહામાં પકડાઈ ગયેલ હોય જેથી મજકુરની વધુ પુછપરછ કરતા મજકુરે બે મહીના પહેલા મહીલા કોલેજ સામે એક મકાન બહારથી ઉપરોક્ત મો.સા ચોરેલ હોવાનુ જણાવતા આ અંગે જામનગર સીટી બી ડીવી પો.સ્ટે તપાસતા સીટી બી ડીવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૮૨૩૦૭૫૩/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદર હીરો-હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાઇકલ ની કિ.રૂ. ૨૫,૦૦૦/- ગણી મજકુર ઈસમને ગુનાના કામે રાજેશભાઈ ડી વેગડે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, આ વણશોધાયેલ ગુનો ખાનગી બાતમીદારોની મદદથી તથા પોકેટકોપ તથા ઈ-ગુજકોપ એપ્લીકેશન એપ મદદથી શોધી કાઢેલ છે
આ કામગીરી પો.ઇન્સ. શ્રી એચ.પી.ઝાલા સાહેબ તથા પો.સબ.ઇન્સ. ડી.એસ.વાઢેર એ.એસ.આઇ. મુકેશસિંહ રાણા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા,પ્રદીપસિંહ રાણા, બળભદ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર,કલ્પેશભાઈ અઘારા,હીતેશભાઈ મકવાણા,વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.