Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ : કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઇ

રાજકોટ : કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઇ: જમીનની ફાળવણી, પશુ નિભાવ ખર્ચ, વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા મુદ્દે ચર્ચા કરાઈ

 

રાજકોટ, તા. ૦૭ ફેબ્રુઆરી – જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાની પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૨-‘૨૩ની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ બેઠકમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા નવા સભ્ય નોંધણી માટે રજુ થયેલ અરજી તથા પાંજરાપોળને ચુકવવાની બાકી રહેલ રકમની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સમિતિ માટે જમીનની ફાળવણી, પશુ દવાખાના અને પશુ નિભાવ ખર્ચ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, કતલખાનાની ઇન્સ્પેકશન માટે કામગીરી નિર્ધારિત કરવા તેમજ જંગલના પક્ષીઓને રેસ્ક્યુ કરી સાચવવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અંતર્ગત વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી કે. યુ. ખાનપરા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી હંસાબેન મોકરીયા, મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરશ્રી ડો. ભાવેશ જાકાસણીયા, કારોબારી સભ્યશ્રી દિવ્યેશ લુંભાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

નર્મદા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ

samaysandeshnews

સુત્રાપાડાના કોમ્યુનિટી હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઈ

samaysandeshnews

Gujarat: આજે ગુજરાત માં વિધાનસભાની ચુંટણી જાહેર નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાયા:

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!