સુરત : ઓલપાડ ખાતે શૈક્ષણિક તથા વહીવટી બાબતો સંદર્ભે કેન્દ્ર શિક્ષકોની મિટિંગ યોજાઈ: તાલુકા પંચાયત સભાખંડ, ઓલપાડ ખાતે શૈક્ષણિક તથા વહીવટી બાબતો સંદર્ભે કેન્દ્ર શિક્ષકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર મિટિંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે આગામી રમતોત્સવ તથા ગ્રામ્ય કલા ઉત્સવનાં સુચારું આયોજન સંદર્ભે વિશેષ ચર્ચા હાથ ધરી હતી. મિટિંગમાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પડતર વહીવટી પ્રશ્નો વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે કેન્દ્ર શિક્ષકો તરફથી રજૂ થયેલ પ્રશ્નો સાંભળી તેનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ પ્રસંગે નવનિયુક્ત બીટ નિરીક્ષકો હર્ષદભાઇ ચૌહાણ તથા ભરતભાઈ ટેલરનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.