Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી:

( તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની બેઠકમાં બેઝિક ઇન્ફોર્મેશન, નિપુણ ભારત સહિતનાં મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું )

શૈક્ષણિક સંસ્થાઓની યુનિફાઇડ ડિસ્ટ્રિકટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની એક બેઠકનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ હેઠળની આ બેઠકમાં બ્લોક એમ.આઇ.એસ. કો-ઓર્ડિનેટર સંજય રાવળે નિયત ફોર્મ કેવી રીતે ભરવું એ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તદ્ઉપરાંત રાઇટ ટુ એજયુકેશન એક્ટ વેરિફિકેશન તથા શાળાનાં બાળકો અને શિક્ષકોની હાજરીની નિયમિતતા બાબતે સૌને માર્ગદર્શિત કર્યા હતાં. સદર ફોર્મ સંદર્ભેની શાળાની બેઝિક ઇન્ફોર્મેશન અને શિક્ષકોની સંપૂર્ણ માહિતીને પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે યુ-ડાયસ પ્લસ શાળાનું દર્પણ છે. શાળાની સંપૂર્ણ માહિતી એમાં તાદૃશ્ય થાય છે. તેમણે રાઇટ ટુ એજ્યુકેશન, સ્કૂલ સેફ્ટી, નિપુણ ભારત અંતર્ગત બાળકોનું વાંચન-ગણન-લેખન તેમજ સ્કૂલ ઓફ એક્સેલેન્સ સહિતનાં મહત્વનાં ક્ષેત્રોની, મુદ્દાઓની સવિસ્તર છણાવટ કરી હતી.
આ સાથે સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનાં અંતિમ ચરણમાં શાળાનાં શૈક્ષણિક તથા વહીવટી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Related posts

Rajkot : આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડમાં રાજકોટ જિલ્લો બીજા નંબરે : 12 લાખ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરાયા

samaysandeshnews

શેર બજાર: શેર બજાર માં રોકાણ કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબત

cradmin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!