Samay Sandesh News
Breaking News
General Newsindiaઅન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો: વોર્ડના કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય યાત્રાના ઇન્ચાર્જ લાભાર્થીઓ સહિતના હાજર રહ્યા હતા.
જામનગર શહેરમાં તારીખ 28 ના રોજ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

રાજ્યના શહેરી અનુસૂચિત આદિજાતે વિસ્તારમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજે વોર્ડ નંબર 15માં પહોંચી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહેમાનોના હસ્તે રથ નું પૂજન કરવામાં આવ્યું હતું , શાબ્દિક સ્વાગત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર શ્રી હર્ષાબા પી.જાડેજા એ કર્યું હતું, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ની વિગતો પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી ઉપસ્થિત શ્રોતાઓને આપી હતી.
વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના , બીએલસી ઘટક , પીએમ સ્વનિધિ, મુદ્રા યોજના સહિતના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આયુષ્યમાન કાર્ડ ના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, MMY યોજનાના લાભાર્થી ને કીટ વિતરણ કરવામાં આવી હતી .
જામનગરની રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર શ્રી હર્ષાબા પી.જાડેજા , શ્રી જયંતીભાઈ ગોહિલ,  શ્રી શોભનાબેન પઠાણ,  ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી પુષ્પાબેન શ્રીમાળી,  વોર્ડ પ્રમુખ શ્રી જયેશભાઈ ઢોલરીયા, મહામંત્રી શ્રી શંકરભાઈ ખીમસુરીયા, પ્રવીણભાઈ સોનગરા , રસિકભાઈ પઠાણ , વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ યાદવ,  શ્રી હિતેશભાઈ કણજારીયા,  શહેર સંગઠનના હોદ્દેદારો, જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ,  આરોગ્ય વિભાગના ડોક્ટરો, બહોળા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

Related posts

સુત્રાપાડા પંથકના એક ખેડૂત કેમિકલ વગરની દવાઓનો છંટકાવ કરી નારિયેરીનો મબલક પાક મેળવી રહ્યો છે.

samaysandeshnews

Election: મતદાન જાગૃતિ હેતુ શહેરના વિવિધ સ્થળોએ સિગ્નેચર બોર્ડ તથા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા

samaysandeshnews

હળવદમા મોરબી એલસીબી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!