કચ્છ : રાજ્યનો ચોથા ભાગનો જંગલ વિસ્તાર કચ્છમાં
જંગલો વિના માત્ર માનવ જીવન નહિં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની કલ્પના કરી શકાતી નથી. જંગલોનું સંરક્ષણ થાય અને લોકોમાં આ મુદ્દે જાગૃતતા આવે તેવા ઉદેશ સાથે દર વર્ષે 21 માર્ચના દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
1971માં યુરોપિયન કૃષિ સંગઠનની 23મી સામાન્ય સભામાં વિશ્વ વન દિવસ 21 માર્ચે ઉજવવાનું નક્કી કરાયું છે. વિશ્વ વન દિવસની ઉજવણીએ એક મહત્ત્વની બાબત એ ઉજાગર થઈને સામે આવી છે કે, ગુજરાતમાં સર્વાધિક જંગલ વિસ્તાર કચ્છમાં આવેલો છે. રણની તાસિર ધરાવતા આ સરહદી જિલ્લામાં ભલે ગાઢ-ઘેઘુર વનની સંખ્યા નહિંવત છે પણ રક્ષિત-અનામત મધ્યમ-ખુલ્લા જંગલનું પ્રમાણ સતત વધતું રહ્યુ છે. ઈન્ડિયન સ્ટેટ ઓફ’ ફોરેસ્ટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં કુલ જંગલ વિસ્તાર 5638 ચો. કિ. મી. જેટલો છે. જે રાજ્યનો ચોથા ભાગનો જંગલ વિસ્તાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તો રાજ્યમાં સૌથી વધુ દરિયાકાંઠો ધરાવતા કચ્છ જિલ્લામાં દરિયાકાંઠો ધરાવતા કચ્છ જિલ્લામાં દરિયાઈ ખારાશને આગળ ધપતીઅટકાવવા ચેરિયા વાવેતરને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તેના સારા પરિણામ એ ઉજાગર થઈને સામે આવ્યા છે કે, દેશમાં સુંદરવન પછી સૌથી વધુ ચેરિયાનો વિસ્તાર કચ્છ જિલ્લો ધરાવે છે.
મહત્ત્વની બાબત એ છે કે, ગુજરાતમાં જ્યારે ચેરિયાનો વાવેતર વિસ્તાર વધ્યો છે ત્યારે કચ્છમાં ચેરિયાના વાવેતર વિસ્તારમાં ચાર ચોરસ કિલોમીટરનો નોંધનીય વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં લખપતમાં 885 અને અબડાસામાં 600 સાથે ચેરિયાના વાવેતરમાં 1485 હેક્ટરનો વધારો થયો હોવાનું તાજેતરમાં રાજ્ય વિધાનસભામાં અપાયેલી માહિતીમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું. કચ્છમાં હાલે ચેરિયાના જંગલોનો કુલ વાવેતર વિસ્તાર 798. 84 કિલોમીટર છે.
દેશમાં ચેરિયાના જંગલ વિસ્તારમાં કચ્છનો હિસ્સો 15 ટકા જેટલો છે. દેશમાં સૌથી વધારે ચેરિયાના જંગલ ધરાવતા ત્રણ જિલ્લામાં કચ્છનો સમાવેશ થાય છે. આમ તો કચ્છ અત્યાર સુધી રણ વિસ્તાર તરીકે ઓળખાતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી સ્થિતિ ધરમુળથી બદલાતાં કચ્છમાં જંગલ વિસ્તાર વધ્યો છે. રક્ષિત, અનામત અને બિનવર્ગિકૃત એમ ત્રણ શ્રેણીમાં પશ્ચિમ કચ્છમાં 2179, પૂર્વ કચ્છમાં 962 તો એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન ધરાવતા બન્નીમાં 2496 મળી જિલ્લામાં 5638 ચો. કિ. મી. જેટલો જંગલ વિસ્તાર આ અહેવાલ મુજબ નોંધાયેલો છે. રાજ્યના 33 જિલ્લામાં કુલ નોંધાયેલો જંગલ વિસ્તાર 21790 ચો. કિ. મી. છે જેમાંથી 26 ટકા જંગલ વિસ્તાર કચ્છમાં આવેલો છે. દેશમાં સૌથી વધુ 45652 ચો. કિ. મી. નો ફેલાવો ધરાવતા કચ્છમાં જંગલ વિસ્તારની ટકાવારી 12 ટકા જેટલી થવા જાય છે. ઈન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટનો છેલ્લો અહેવાલ જાહેર થયો તેમાં કચ્છનો કુલ જંગલ વિસ્તાર 2312 ચો. કિ. મી. હતો છતાંય વર્ષના ગાળામાં 3000 ચો. કિ. મી. અને ટકાવારીમાં 7 ટકા જેટલો જંગલ વિસ્તાર વધી ગયો છે. જાણકારોનું માનીએ તો, બાવળની ઝાડીઓને જંગલ વિસ્તારમાં ગણી લેવાતાં જિલ્લામાં ગાઢ ઘેઘુર જંગલો નહિં પણ જંગલ વિસ્તાર ચોક્કસથી વધ્યો છે. જાણકારો અન્ય બાબતે સૂચક દિશાનિર્દેશ કરતા કહે છે કે, કચ્છમાં ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં ઔદ્યોગિક વાયરો ફૂંકાયો છે. ચેરિયાના આડેધડ નિકંદન સાથે વિકાસના નામે વન્ય સંપદા સમા ઝાડોનો સોથ વળાઈ રહ્યો હોવાના લીધે જો જાગૃતતા દેખાડવામાં નહિ આવે તો જંગલના વધતા વિસ્તાર પર અંકુશ આવી આ સાથે દરિયાઈ વિસ્તાર માટે રક્ષક સમાન ચેરિયાના જંગલો જોવા એ એક સપનું બની જશે.