જામનગર : જામનગર ના સ્લમ વિસ્તારમાં હળાહળ કળિયુગ ની યાદ અપાવતો ચકચારી કિસ્સો
નરાધમ પુત્ર એ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યા નો કિસ્સો સામે આવતાં ચોમેરથી ફિટકાર
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં રહેતા એક નરાધમ પુત્ર એ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અને નરાધમ પુત્ર પર ફિટકારની લાગણી વરસી રહી છે. સગી જનેતા ની ફરિયાદના આધારે પોલીસે પુત્રને અટકાયતમાં લઈ લીધો છે.
જામનગર શહેરમાં ભારે અરેરાટી જગાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે તેના જ નરાધમ પુત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસ નો શિકાર બનાવી લીધી હોવાનું સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે.
સૌપ્રથમ હતપ્રભ બની ગયેલી માતા ખૂબ જ રડતી રહી હતી, અને મૌન રહી હતી. પરંતુ પોતાના નરાધમ પુત્ર ને સબક શીખવાડવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત કરીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉસ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સીટી ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. ઝાલા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટિમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે…..