જામનગર : જામનગરમાં સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને વિશિષ્ટ બાળકોના લાભાર્થે સામાજિક સેવા કાર્યકમ યોજાયો: આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત INS વાલસુરા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સહયોગથી
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદશો ‘NWAA’ સંસ્થાના માધ્યમથી ચરિતાર્થ થતાં જોયો છે’’ : સાંસદ શ્રી પૂનમબેન માડમ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા. 16 એપ્રિલ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષે જામનગરમાં INS વાલસુરા, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA- નવા) અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારના સહયોગથી ધન્વંતરિ ઓડિટોરિયમ, ઇટરા ખાતે સામાજિક સેવા કાર્યકમ યોજાયો હતો. સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને શહેરના વિશિષ્ટ બાળકો એટલે કે દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે અને તેમને સહાય- સાધનો પૂરા પાડવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA) ના માધ્યમથી દેશભરમાં વિશિષ્ટ બાળકો માટે સોશિયલ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના વડા શ્રીમતી કલા હરી કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદશો ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી દિવ્યાંગ બાળકોનું જીવન સરળ બને તે માટે અનેક પ્રકારથી સહાય- સાધનો ઉપલબ્ધ બન્યા છે. સાંસદશ્રીએ આવા ઉત્તમ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના વદ શ્રીમતી કલાહરી કુમાર અને INS વાલસુરાના અધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્યથી કરાઇ હતી. ત્યારબાદ સાંસદ શ્રી અને મંચસ્થ મહેમાનોના હસ્તે જામનગર અંધજન તાલીમ કેન્દ્રના 3 લાભાર્થીઓને હાર્મોનિયમ, 70% થી ઓછી દ્રશ્યશક્તિ ધરાવતા બાળકોને સ્માર્ટ વિઝન ગ્લાસીસ, 20 શ્રવણમંદ લાભાર્થીઓને હિયરિંગ એઇડ્સ એટલે કે શ્રવણયંત્ર, ઓમ ટ્રેનિંગ સેન્ટરના 40 બાળકોને બેગ અને ટીશર્ટ, 20 લાભાર્થીઓને વ્હીલચેર, 30 લાભાર્થીઓને ટ્રાઈસિકલ તેમજ 30 વિધાર્થીઓને મલ્ટી સેન્સરી એજયુકેશન કીટ એટલે કે સંવેદનાત્મક પદ્ધતિ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ભૂતપૂર્વ સૈન્ય અધિકારી શ્રી પરમીંદર કુમાર, NWAA પ્રેસિડેન્ટ શ્રીમતી કલા હરી કુમાર, NWAA વાઇઝ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરીન, સભ્ય શ્રીમતી લાબોની રૉય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ. આર. પટેલ, INS વાલસુરાના અધિકારીગણ અને કર્મચારીશ્રીઓ, બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, દિવ્યાંગ બાળકો અને તેમના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.