Samay Sandesh News
Breaking News
General Newsindiaઅન્યગુજરાતજામનગરટેકનોલોજીટોપ ન્યૂઝશહેર

Jamnagar: ધ્રોલ તાલુકામાંં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ અંગે વિદ્યાર્થી કાર્યશાળાનુંં આયોજન કરાયું

Jamnagar: ધ્રોલ તાલુકામાંં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ અંગે વિદ્યાર્થી કાર્યશાળાનુંં આયોજન કરાયું ધ્રોલ તાલુકામાંં સ્થિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે “101 WAYS TO REUSE PLASTIC WASTE PROGRAMME” (પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ) થીમ આધારિત વિદ્યાર્થી કાર્યશાળાનુંં આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનુંં સંચાલન કરવામાંં આવ્યુંં હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયાએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગી પર્યાય વિષે જાણકારી આપી હતી.

કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો.સંજય પંડ્યાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનું મહત્વ, પર્યાવરણીય મિત્ર, પાંચ આર (5 R) વિષે જાણકારી આપી હતી. પ્લાસ્ટિકના રિયુઝ પર પ્રવૃત્તિમયી પ્રયોગો બાળકો દ્વારા કરવામાંં આવ્યા હતા.

ટેકનોલોજી: Paytm કટોકટી: વધુ પેમેન્ટ બેંકો નિયમનકારી કાર્યવાહીનો સામનો કરી શકે છે, રિપોર્ટ કહે છે

જેમાંં બાળકોએ ઈકોબ્રીક્સ, ઘરના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો રિયુઝ અને વિજ્ઞાનના ચેપ્ટર્સ સમજી શકે તે મુજબ પ્લાસ્ટિક રિયુઝ આધારિત પ્રયોગો કર્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ બાળકોને સર્ટિફિકેટ અને સાયન્સના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી અને બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાંં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં 90 જેટલા વિદ્યાર્થી મિત્રો અને 15 જેટલા એક્સપર્ટસ અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.

Related posts

૧૫ ઓગસ્ટની રજામાં ફરવા જવું મોંઘું પડશે, અમદાવાદ-ગોવાની વન વે ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો,

cradmin

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ગ્રામ પંચાયત કચેરી પાસે કોરોના વાઇરસ ને લઈ ગરમ ઉકાળા નું વિતરણ

samaysandeshnews

યુક્રેને જવાબી કાર્યવાહી કરી, લુહાન્સ્ક ક્ષેત્રમાં પાંચ રશિયન વિમાનો અને એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!