પાટણ : પાટણ જિલ્લામાંથી ચોરાયેલા રૂ.6 લાખના કુલ 33 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
જિલ્લામાં બે મહિનામાં વિવિધ પોલીસ મથકોમાં તેમજ E-FIR મારફતે નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવોને ઉકેલવા જિલ્લા પોલીસવડા વિજયકુમાર પટેલની સૂચનાથી પાટણ એલસીબી પોલીસ અને સાયબર ક્રાઈમ સેલની ટીમે ચક્રો ગતિમાન બનાવતા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ઉપરોકત ટીમ દ્વારા પાંચ મોબાઈલ ચોરીના ગુના ડિટેઈન કરી 33 જેટલા મોબાઈલ જપ્ત કરી મૂળ માલિક અરજદારોને પરત કરવામાં આવ્યા હતા.
પાટણ પોલીસે ટેકનિકલ એનાલીસીસ કરી મોબાઈલ ચોરીના પાંચ જેટલા ગુના ડિટેકટ કરી મોબાઈલ નંગ-33 જેની આશરે કુલ કિં.રૂ.6,10,000ના શોધી કાઢી અરજદારોને કચેરી ખાતે બોલાવી પરત આપતા અરજદારોએ પણ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી હતી. પાટણ સીટી એ ડિવિ., બી ડિવી., રાધનપુર તથા સિદ્ધપુર પો.સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીના કુલ 5 ગુન્હા દાખલ થયેલા હોઈ જે અનડિટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ પાંચ આરોપીઓને પકડયા છે.