જામનગર : જામનગર જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતા વિવિધ વિભાગોનો તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગર જુવેનાઇલ જસ્ટિસ એક્ટ -૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ અંતર્ગત જામનગર જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતા વિવિધ વિભાગો માટે તા.17 માર્ચના રોજ હોટેલ સેલિબ્રેશન ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમયોજવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેમાં વિવિધ વિભાગના 90 જેટલા લોકો હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જામનગરના પ્રમુખશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગરના સચિવશ્રી,
નાયબ પોલીસ અધિક્ષક અને નોડલ ઓફિસર(SJPU) દહેજ પ્રતિબંધક અધિકારી જામનગર (શહેર), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી,ચેરમેન બાળ કલ્યાણ કમિટી જામનગર, પ્રોબેશન ઓફિસરશ્રી, 181 મહિલા હેલ્પલાઇન, સખી વન્સ સ્ટોપ સેન્ટર, 1098 ચાઈલ્ડ લાઈન જામનગર જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ ઓફિસર તેમજ જિલ્લા સમાજ સુરક્ષાઅધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ બાળ કલ્યાણ સંસ્થાઓનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.