જામનગર : જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું
કલેકટરશ્રી બી.એ.શાહના હસ્તે બાળકને તેના દત્તક માતાને સોંપવાની પ્રક્રિયા કરાઇ
જામનગર તા.17 એપ્રિલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
સ્પેનથી પોતાના પરિવાર સાથે આવેલ મહિલાએ જણાવ્યું હતું કે, મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું જામનગરના સ્પેશિયલ ચાઈલ્ડની માતા બનીશ.મારુ માં બનવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે. આ તકે તેણીએ કલેકટરશ્રી,જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂર બા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસગૃહ દ્વારા બાળકને તેની દત્તક માતાને સોંપવામાં આવ્યું તે દરમિયાન તેઓએ બાળકની તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે આપી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટરશ્રી બી.એન.ખેર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આર. જે. શિયાર, કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ શ્રી કરશનભાઇ ડાંગર તેમજ બાળ કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.