સાબરકાંઠા : હોટલ માઈલ સ્ટોન હિંમતનગર ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો: રીજીયોનલ ડાયરેક્ટરશ્રી જે.પી મીણાની ઉપસ્થિતિમાં જી.આઇ.ડી.સીના ચેરમેનશ્રી શ્યામ સુંદર સલુજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ઉદ્યોગકારોને એપ્રેન્ટીસ યોજના અંગે પ્રેઝન્ટેશન પ્રશ્નોત્તરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
ઉદ્યમી અને તાલીમ પામેલા યુવાઓ ઉદ્યોગો કંપનીઓમાં જોતરાઈને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ અને આંતરપ્રિન્યોસશીપ અને ક્ષેત્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા નિર્દેશાલય ગુજરાત અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ઉદ્યોગકારો, સંસ્થાઓ,કંપનીઓમાં ખાનગી તેમજ સરકારી એકમોમાં એપ્રેન્ટીસ શીપ યોજના અંતર્ગત વધુને વધુ યુવાનોને રોજગારી મળે અને આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત બને તે માટે હોટલ માઇલ સ્ટોન ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી શ્યામસુંદર સલુજા અને ગુજરાત રીજીયોનલ ડાયરેક્ટરશ્રી જે.પી.મીણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા યોજનાકીય જાણકારી અને એપ્રેન્ટીસ એક્ટ ૧૯૬૧ અન્વયે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ પ્રસંગે જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી શ્યામસુંદરે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં અને દેશમાં એપ્રેન્ટીસ શીપ યોજના સ્કીલ ઇન્ડિયા એન.એ.ટી.એસ,એન.એ.પી.એસ.સહિત ઉદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તાલીમ આપીને યુવાઓને તૈયાર કરવામાં આવે છે.અને હિંમતનગરમાં પણ બહેનોને સીવણની તાલીમ આપીને સિલાઈ મશીન આપીને અમદાવાદ ઢાલધરવાડ્માંથી કાપડ લાવીને ૧૦૦ બહેનોને સિલાઈ મશીન આપીને મહિને ૧૫ થી ૨૦ હજારનું કામ કરીને રોજગારીનું સર્જન કરે છે. તેવી જ રીતે ઔદ્યોગિક એકમોમાં પણ તાલીમ પામેલા યુવાનો આવે તો આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં આવશે. અને બધાને નોકરી મળી જશે તે શક્ય નથી પણ કૌશલ્ય હુન્નર હશે તો આપોઆપ રોજગારીનું સર્જન થઈ જશે.
આ પ્રસંગે ભારત સરકાર ગુજરાતના રીજીયોનલ ડાયરેક્ટરશ્રી જે.પી મીણાએ જણાવ્યું હતું કે ગુજરાતએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતું રાજ્ય છે અને રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો કંપનીઓ રોકાણ કરીને તેમનું ઉત્પાદન કરવા તત્પર છે. તેવા સમયે કુશળ માનવબળ અને તાલીમ થયેલા કામદારો અને કર્મચારીઓની માંગ ખૂબ વધશે અને આ એપ્રેન્ટીસ યોજના વિદ્યાર્થી ભાઈ બહેનોને આશીર્વાદરૂપ સાબિત થશે અને રોજગારી સર્જનનું આગવું અંગ બની રહેશે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઇન એપ્લિકેશન અને પોર્ટલની વ્યવસ્થા વિકસાવામાં આવી છે. જેમાં ઓટોજનરેટ થઈ જશે પણ આપણે ચોક્કસ માહિતી અને પુરાવાઓ રજૂ કરવા આવશ્યક છે અને સાબરકાંઠામાં ૧૫૦૦ અને અરવલ્લીમાં ૫૦૦ યુવાનો એક્ટિવ મોડમાં આ એપ્રેન્ટીસ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેમને સીધા ડી.બી.ટી.ના માધ્યમથી નાણા જમા કરવાની વ્યવસ્થા વિકસાવી છે. એપ્રેન્ટિસ શીપ યોજનામાં સર્ટિફિકેશન તાલીમ અંતે આપવામાં આવે છે. જે તેમને નોકરી બાબતે પણ ખૂબ ઉપયોગી થશે. ઉદ્યોગ ગૃહો કંપનીઓના માલિકોને સંબોધતા જણાવ્યું હતુ કે તાલીમ ટૂંકા ગાળાની ગોઠવીને આપને સુગમ રહે તે રીતે તાલીમ આપો અને તે તાલીમ લીધેલા યુવાનો બીજાને પણ કામ આવે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.સૌ સાથે મળીને સ્કીલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરીએ.અને નેશનલ એપ્રેન્ટીશ યોજનાનો લાભ લેવા અપિલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાઓ, યુ.જી.વી.સી.એલ, ગુજરાત વાહન વ્યવહાર નિગમ સાબર ડેરી તેમજ અન્ય ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પ્રશ્નોત્તરી દ્વારા રૂબરૂ માર્ગદર્શન અને ઓનલાઇન પોર્ટલ વિશે માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં એન.એસ.ડી.સી.ના ગુજરાત રિપ્રેઝેન્ટેટીવશ્રી રાકેશ સર, મદદનીશ નિયામકશ્રી એ,સી પલાસ, સાબરડેરીના પી.આર.ઓ શ્રી એન એલ પટેલ, શ્રી રાકેશકુમાર, શ્રી જીગ્નેશભાઈ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલશ્રી રાકેશ પુરોહિત તથા આઈ.ટી.આઈ સ્ટાફ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી નિનામા સહિત ઉદ્યોગ સેવા સંસ્થા અને યોજનાઓના લાભ લેવા માગતા ઉદ્યોગ માલિકો આ વર્કશોપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.