સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત: સુરતનાં ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડિંગ લિફ્ટમાંથી

સમાન ઉતરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.ગતરોજ મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
ત્યાં જ રહેતા હતા. પરિવારમાં બે સંતાન પૈકી મોટો 19 વર્ષીય દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરતો હતો. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા છઠ્ઠા માળેથી લિફ્ટના પાલકમાં નીચે પટકાયો હતો.
જેથી અલ્કેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.છઠ્ઠા માળેથી પટકાયેલા અલ્કેશને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ તમામ સારવાર ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. હાલ વેસુ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા અજ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા એ પહેલા જ આ ઘટના બની છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.