રાજકોટ : આંબેડકર નગર 80 ફૂટ રોડ પર મોડી રાત્રે કરવામાં આવી યુવકની હત્યા
નવા થોરાળામાં સ્વામિનારાયણ સ્કૂલ સામે રહેતો સિધ્ધાર્થ જીવણભાઈ મકવાણા (ઉ.વ.21) રાત્રિના 11 વાગ્યે આંબેડકરનગરના ગેટ પાસે હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે ધસી ગયા હતા
અને માથાકૂટ શરૂ કરી હતી. થોડીજવારમાં મામલો તંગ થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ સિધ્ધાર્થને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ઘટનાના પગલે લોકોને ટોળાં એકઠાં થઈ જતાં હુમલોખોરો નાસી છૂટ્યા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાના પગલે થોરાળા પીઆઈ જેઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પીઆઈ જેઠવાએ જણાવ્યું હતું કે, સિધ્ધાર્થ મનપાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. અગાઉના ઝઘડાના મનદુ:ખમાં હત્યા થયાનું ખુલ્યું હતું.