AAP : જામનગરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો રોડ શો રોડ શોમાં ટુવ્હીલ-ફોરવીલ વાહનો જોડાશે: આજ રોજ જામનગરમાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શોમાં મોટરસાયકલ તેમજ ફોરવીલ વાહનોજોડાશે અને શહેરના માર્ગો પર નીકળશે જોડાશે અને શહેરના માર્ગો પર નીકળશે.
આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાતમાં દિન પ્રતિદિન મજબૂત થઈ રહી છે તેવામાં જામનગર આમ આદમી પાર્ટી ના સંગઠનમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને બોડી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો જોડાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો એક રોડ સોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગર શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરશનભાઈ કરમુર તથા જામનગર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં જોડાનાર છે.
આ રોડ શોમાં મોટી સંખ્યામાં મોટરકાર તેમજ મોટરસાયકલ સાથે આમદની પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો મિત્રો શેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે તેમજ આ રોડ શોની શરૂઆત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ શ્રી સાઈબાબા મંદિરે મહાનુભાવો દર્શન કર્યા બાદ આ રોડ સોની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ આ રેલી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે જે જામનગરના ગુલાબ નગર ખંભાળિયા ગેટ વિસ્તાર પટેલ સમાજ વિસ્તાર થઈ અને જાદવ નગર રીંગરોડ ભગવતી પાર્ટી પાસે સંપન્ન કરવામાં આવશે.