Latest News
“રાત્રિ પેટ્રોલિંગમાં શહેરા પોલીસનો સખત વારો: ગેરકાયદેસર લાકડાના ટ્રક સાથે મોટો જથ્થો ઝડપાયો”. મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો ગાઢ: અમેરિકી ઠેકાણાઓ પર ઇરાનના મિસાઈલ હુમલા બાદ વૈશ્વિક તણાવ. સાણંદમાં સેમિકન્ડક્ટર યુગનો પ્રારંભ: પીએમ મોદીના હસ્તે માઇક્રોન પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન. ૐ ટ્રેનિંગ સેન્ટર ખાતે કળાનો રંગોત્સવ: સંજય જાનીના વ્યક્તિગત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન. સિંહોના સામ્રાજ્યમાં ચિંતા અને ગૌરવ સાથેનું ચિત્ર: બે વર્ષમાં 314 મોત છતાં વસ્તી 911 પર. જામનગરના દિગ્જામ સર્કલનો ૮૦ ફૂટ સર્વિસ રોડ બિસ્માર:તૂટી ગયેલી ઝાલીઓથી રોજ અકસ્માતનો ખતરો સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન, ગંભીર ઘટના પહેલા તાત્કાલિક મરામતની માંગ.

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું: સુરત માં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ
ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી.
એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું.
જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો?તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો.
પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબેઅહીં જોવા મળી રહી છે.વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ થઈ ગયું હતું.
પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી.
પોલીસે આખરે તમામ વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિરોધ પક્ષના નેતા સહિત મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?