Samay Sandesh News
અમદાવાદ

Ahmedabad : મહિલા PSIના નામે અશ્લીલ મેસેજ મોકલીને કર્યો વાયરલ, PSIએ કોની સામે નોંધાવી ફરિયાદ ?

[ad_1]

અમદાવાદઃ શહેરના એક મહિલા પીએસઆઇના નામે અશ્લીલ મેસેજ ફરતો થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મહિલા પીએસઆઇએ  નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇએ અશ્લીલ મેસેજ વાયરલ કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અશ્લીલ શબ્દોવાળો મેસેજ લખી એડિટિંગ કરી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. પીએસઆઇના નામે મેસેજ લખી વાયરલ કર્યો હતો. મહિલા પીએસઆઇએ આ અંગે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

PI દેસાઈએ જેની હત્યા કરી તે પ્રેમિકા સ્વીટીના બે વર્ષના પુત્રની જવાબદારી કોણે લીધી એ જાણીને ચોંકી જશો…

વડોદરાઃ ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં હવે નોંધારા બનેલા બે વર્ષના દીકરાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વીટીના પુત્ર અંશની જવાબદારી PIની પહેલી પત્ની પૂજાએ લીધી છે. PI દેસાઈના 4 મિત્રોનાં નિવેદન લેવાયાં છે. પત્ની ગુમ થયા બાદ પીઆઇ દેસાઇ વૈભવ હોટલમાં આવ્યા હતા.

પીઆઇ દેસાઇની ધરપકડ બાદ સ્વિટીના પુત્ર અંશની દેસાઇની પહેલી પત્ની પૂજાએ જવાબદારી સ્વિકારી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીઆઈ દેસાઈના ચાર મિત્રો અને અટાલીની વૈભવ હોટલના સ્ટાફ સહિત કુલ 8 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં પીઆઈ દેસાઈની વૈભવ હોટલમાં સ્વિટી પટેલની ગુમ થયાના સમાચારના દિવસોમાં હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું.  ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પીઆઈ અજય દેસાઈના ઘરની તપાસ કરતા દરવાજા પાસે સ્વિટીના સેંડલ અને ચંપલ મળી આવ્યા હતા.

આ સેન્ડલ અને ચપ્પલ મળી આવતાં ક્રાઈમ બ્રાંચને શંકા થઈ હતી કે, સ્વીટી ગુમ થઈ હોય તો ખુલ્લા પગે બહાર ન નીકળે. આ પછી ક્રાઇમ બ્રાન્ચની શંકા વધુ ઘેરી બની હતી.  દહેજની કિરીટસિંહ જાડેજાની વૈભવ હોટલના સ્ટાફ અને પીઆઈ અજય દેસાઈના ચાર મિત્રોની સઘન પૂછપરછ કરાઇ હતી. જેમાં હોટલના સ્ટાફ અને મિત્રોએ કબુલ્યું હતું કે, પીઆઈ દેસાઈની હાજરી અટાલીની બંધ પડેલી હોટલમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા વૈભવ હોટલના ભાગીદારો અંગે વિગતો મેળવવાની તેમજ હત્યા કેસમાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

સ્વિટી પટેલની હત્યામાં પીઆઈ અજય દેસાઈએ જે જીપ કંપાસ કારનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ પોલીસે કબજે કરી છે. કારના માલિક જય પટેલ હોવાનું બહાર આવ્યું છે. જય પટેલ કિરીટસિંહ જાડેજા સાથે અંગત સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. જય પટેલ અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. 

[ad_2]

Source link

Related posts

અમદાવાદ વડોદરા હાઈવે પર સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ બાઇક, યુવકનું ઘટનાસ્થળે જ મોત

cradmin

અમદાવાદ:નારોલ-પિરાણા વચ્ચે હિટ એંડ રન, કાર ચાલકે યુવકને મારી ટક્કર, કાર ચાલક ફરાર

cradmin

અમદાવાદ: કોરોનાકાળમાં આત્મનિર્ભર હોવાનું ઉત્તમ ઉદાહરણ, ગૃહ ઉદ્યોગ-મેટ્રોમોનિયલ બિઝનસ કર્યો શરૂ

cradmin

Leave a Comment

error: Content is protected !!