Samay Sandesh News
અમદાવાદ

Ahmedabad : યુવતીએ મહિલા પોલીસનું લીધું શરણ, ‘સસરા 67 લાખ રૂપિયા ચાઉ કરી ગયા, પતિ દારૂ પીને મારે છે’

[ad_1]

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારની પરણીત યુવતીએ પોલીસનો સહારો લેવો પડ્યો છે. સાસરીવાળા લગ્નમાં મળેળા 150 તોલા દાગીના અને રોકડા 67 લાખ રૂપિયા ચાઉ કરી જતાં યુવતી પોલીસ સ્ટેશન પહોંચી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીવાળા સામે અનેક આક્ષેપો કર્યા છે. 

શહેરના થલતેજ વિસ્તારની યુવતીએ પતિ અને સાસરીયા સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીની ફરિયાદ છે કે, યુવતીને દાદાએ આપેલા 67  લાખ રૂપિયા સસરા ચાઉ કરી ગયા છે. તેમજ પતિ દારૂને માર મારે છે.  એટલું જ નહીં, લગ્નમાં મળેલા 150 તોલા દાગીના લઈ પરત ન આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરી છે. દારુ પીને પતિ અવારનવાર માર મારીને ત્રાસ આપતો હોવાની મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

Morbi : પરીણિત યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, અલગ અલગ સ્થળે જઈને માણતાં શરીર સુખ ને પછી……

હળવદઃ હળવદની એક પરિણીતાએ તેના પ્રેમીએ અંગતપળોની તસવીરો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ કરતાં ભદ્ર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી નાસી છૂટ્યો હોવાની વિગતો સામે આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ભૂજની અને હળવદ પંથકમાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ જે તે સમયે પરિણીતાને આ યુવક સાથે શારીરિક સંબંધો પણ હતા. આ સમયે યુવકે પરિણીતા સાથેની અંગેતપળોની તસવીરો અને વીડિયો લીધા હતા. 

જોકે, આ પછી યુવકે પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલેથી ન અટકતા તેણે પ્રેમિકાની સગીર દીકરી પર નજર બગાડી હતી અને તેની સાથે પણ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. આ બધાથી કંટાળી પરિણીતાએ પ્રેમી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે  ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે, પોલીસ ફરિયાદ થતાં આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 

[ad_2]

Source link

Related posts

“ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસની ઉજવણી”

cradmin

તાલિબાનના અફઘાનિસ્તાન પરના કબ્જા બાદ અફઘાનિસ્તાનનું હ્રદયકંપી દ્રશ્ય

samaysandeshnews

અમદાવાદ: સેનેટરી ઈન્સ્પેકટરની ભરતી મામલે નિષ્કાળજી, ભરતી પ્રક્રિયા પૂર્ણ ન કરાતા ઉમેદવારોમાં રોષ

cradmin

Leave a Comment

error: Content is protected !!