રાજકોટ : જેતપુરનાં જેતલસર પાસે અક્સ્માત સર્જાયો, કારે બાઇકને અડફેટે લેતાં વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
જેતપુરના જેતલસર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર વૃદ્ધ દંપતી ફંગોળાઇને રોડ પર પટકાયું હતું. આ બનાવમાં વૃદ્ધ દંપતીએ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જેતપુર પોલીસ ધતનાસ્થળ પર પોહચી મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ રોડ ઉપર જેતલસર નજીક સોરઠ હોટલ પાસે કારે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ગીરના મેંદરડા તાલુકાના નતાડિયા ગીર ગામમાં રહેતા કવાભાઈ વાલાભાઈ સરવૈયા અને તેમના પત્ની સોમીબેન કવાભાઈ સરવૈયા, જેતપુરના છોડવડી ગામે ભાણેજના ઘરે આવ્યાં હતાં.
આજે સવારે બન્ને લૌકિક કાર્ય માટે છોડવડીથી બાઇક પર જેતલસર જંક્શન જઈ રહ્યાં હતાં ત્યારે જેતલસર ગામ નજીક કારે બાઇકને અડફેટે લીધું હતું. આથી કવાભાઈ અને તેમનાં પત્ની સોમીબેન રોડ પર પટકાયાં હતાં. બન્નેના માથામાંથી એટલું લોહી વહી ગયું હતું કે, રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. જોકે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. જેતપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બન્નેના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખેસડી વધુ તપાસ હાથ ધરી છે. કવાભાઈ ફોરેસ્ટ ખાતામાં શ્રમિક તરીકે કામ કરતા હતા તેવું જાણવા મળ્યું છે. એકસાથે માતા-પિતાનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.