Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝબનાસકાંઠા (પાલનપુર)શહેર

સાબરકાંઠા : વડાલીના હાથરવા ખાતે બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા : વડાલીના હાથરવા ખાતે બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો: તમામ સમાજોમાં બાળ લગ્નનું પ્રમાણ ઘટાવા માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઇએ
વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બાળ લગ્નપ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી, હિંમતનગર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે નિરાંત હોલ, હાથરવા ખાતે બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ કાર્યક્રમમાં વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ ખાંટએ તમામ સમાજના આગેવાનો સાથે તમામ સમાજોમાં બાળલગ્નનું પ્રમાણ ઘટાડવા અંગે સૂચન કર્યુ હતુ તેમજ આગામી સમયમાં યોજનાર લગ્ન અને સમૂહ લગ્નમાં બાળ લગ્ન ન થાય તેની કાળજી લેવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એચ. પટેલ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક ધારો – ૨૦૦૬ના કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એસ.પાંડોર દ્વારા બાળકો માટેના વિવિધ કાયદાઓ અને બાળકોની યોજનાઓ વિષે સમજ આપવામાં આવી હતી. વડાલી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા બાળલગ્ન થી આરોગ્ય પર થતી આડ અસરો વિષે સમજ આપવામાં આવી હતી.વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા બાળલગ્ન થકી બાળકોના શિક્ષણ પર થતી આડ અસરો વિશે વિગતવાર વાત કરવામાં આવી હતી. બાળ લગ્ન અટકાયત કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના મુકેશભાઈ સોલંકી (સંસ્થાકીય સંભાળ અધિકારી) અને દેવલબેન પટેલ (સામાજિક કાર્યકર ) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વડાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રશ્મિકાબેન પટેલ, હાથરવા, અસાઈ (વાસણા), માલપુર અને વાસણ ગામના સરપંચશ્રીઓ, સ્ટાફગણ તેમજ વિવિધ ગામના અલગ-અલગ સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Rajkot: જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

જુનાગઢ ઉમંગ ઓફસેટ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસેથી ચોરી થયેલ એક્ટીવા સાથે ચોર ઇસમને ગણતરીના કલાકો પકડી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ

samaysandeshnews

સમાચાર શતક: સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો, પ્રશાસનનો નિર્ણય, જુઓ મહત્વના સમાચાર

cradmin

Leave a Comment

error: Content is protected !!