Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ જળ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ

પાટણ : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ જળ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાઈ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં 22 માર્ચ 2023ના રોજ વિશ્વ જળ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જેમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે 22મી માર્ચે વિશ્વ જળ દિન સમગ્ર વિશ્વમાં જળ સંકટ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.

તમે અને તમારું કુટુંબ, શાળા અને સમુદાય અમારા જીવનમાં પાણીનો ઉપયોગ, વપરાશ અને સંચાલન કરવાની રીત બદલીને ફરક લાવી શકો છો. જળ આપણાં જીવન તેમજ ભવિષ્યમાં કેટલું મહત્વનું છે, તેમજ તેનો સદ ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ વર્ષ ની થીમ “પાણી અને સ્વચ્છતાની કટોકટીને હલ કરવા બદલાવને વેગ આપવો” છે. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.

Related posts

Suicide : જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્ર નો આત્મહત્યાનો પ્રયાસ

samaysandeshnews

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય

samaysandeshnews

સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!