ભાવનગર : રોકડ રૂ.૧,૨૩,૩૦૦/-નાં સહિત કુલ રૂ.૧,૩૩,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ઓનલાઇન ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમી-રમાડતાં એક ઇસમને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા તથા પો.કો. ઇમ્તિયાઝખાન પઠાણને અગાઉ બાતમીરાહે હકિકત મળેલ કે, ગોપાલ ઉર્ફે અન્ના કનૈયાલાલ બાલાણી રહે.આકાશગંગા ફલેટ,ગાયત્રીનગર, ભાવનગરવાળા હાલમાં રમાતી I.P.L.ની અલગ-અલગ ક્રિકેટ મેચો ઉપર પોતાનાં કબ્જા-ભોગવટાની ભાવનગર,ડબગરવાળી શેરીમાં આવેલ ઓમ આર્કેડમાં પહેલાં માળે ’’મહાદેવ ટ્રેડર્સ’’ નામની દુકાનમાં મોબાઇલમાં આઇ.ડી. દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ સારૂ હારજીતનો જુગાર રમી-રમાડી તેનાં લેતી-દેતી હિસાબો કરી જુગારનો અખાડો ચલાવે છે.જે માહિતી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ભાવનગર,ડબગરવાળી શેરીમાં આવેલ ઓમ આર્કેડમાં પહેલાં માળે ’’મહાદેવ ટ્રેડર્સ’’ નામની દુકાનમાં રેઇડ કરતાં રાજસ્થાન રોયલ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાતી I.P.L. ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. અતુલ દિનેશભાઇ જોશી ઉ.વ.૩૧ રહે.પ્લોટ નં.૩૧૧૧/બી, નંદ વિલા બંગ્લો, ટોપ થ્રી સર્કલ, ભાવનગર
2. ગોપાલ ઉર્ફે અન્ના કનૈયાલાલ બાલાણી રહે.આકાશગંગા ફલેટ,ગાયત્રીનગર,ભાવનગર (પકડવાનાં બાકી)
3. તપાસમાં ખુલે તે ગ્રાહકો
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનો વિવો કંપનીનો મોડલ નંબર-V2025વાળો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
2. સફેદ કલરનો લાવા કંપનીનો મોડલ નંબર-LF5000A5વાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/-
3. ભારતીય દરની રૂ.૫૦૦ X ૨૩૪, રૂ.૨૦૦ X ૧૬, રૂ.૧૦૦ X ૩૧ મળી કુલ રૂ.૧,૨૩,૩૦૦/-ની ચલણી નોટો કુલ રૂ.૧,૩૩,૮૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં
ભહિપાલસિંહ ચુડાસમા, બલરાજસિંહ સરવૈયા, ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, હસમુખભાઇ પરમાર