Samay Sandesh News
આનંદગુજરાતટોપ ન્યૂઝશહેર

આણંદ: આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી

આણંદ: આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી


આણંદ, રવિવાર :: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આણંદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન દંતાલી સ્થિત સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ખાતે પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મંત્રીશ્રીએ સ્વામી સચ્ચિદાનંદ મહારાજની તબિયત અંગે પૃચ્છા કરી તેમને બુકે અને શાલ અર્પણ કરી તેમનુ સન્માન કર્યુ હતુ. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીથી તેમજ આણંદ જિલ્લામાં આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આવ્યો છું તેમ જણાવી સ્વામી સચ્ચિદાનંદજીને માહિતગાર કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

આ મુલાકાત વેળાએ સંસદસભ્ય શ્રી મિતેષભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી તેમજ જીલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના તેમની સાથે જોડાયા હતા.

Related posts

તાલિબાનના અફઘાનિસ્તાન પરના કબ્જા બાદ અફઘાનિસ્તાનનું હ્રદયકંપી દ્રશ્ય

samaysandeshnews

અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

samaysandeshnews

‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કક્ષાના કલા મહાકુંભ-2021માં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!