ગીર ગઢડા: વ્યાજખોરો નાં ત્રાસ થી વધુ એક યુવાન હણાયોગીર ગઢડા નાં થોરડી ગામે વ્યાજખોરો નાં ત્રાસ થી એક યુવકે કરી આત્મહત્યા.થીરડી ગામ માં રહેતાં ઘનશ્યામ દોંગા એ વ્યાજખોરો નાં ત્રાસ થી આત્મહત્યા કરી.
ભોગ બનનાર યુવક ઘનશ્યામ દોંગા નાં ભાઈ અલ્પેશ દોંગા ની મુલાકાત લેતાં અલ્પેશ દોંગા એ જણાવ્યા મુજબ ભોગબનનાર અલ્પેશ દોંગા એ પોતાની વાડી માં ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો.
અલ્પેશે જણાવ્યા મુજબ તા ૨૩/૧/૨૦૨૩ નાં રોજ ઘનશ્યામ વાડી એ જય પોતે પોતાનાં હાથે ગળે ફાંસો ખાઈ લીધો. વાડી ઘર થી ત્રણ ચાર કિલોમીટર દૂર આવેલી છે. મારા ભાઈ ને વ્યાજખોરો રાત દિવસ હેરાન કરતા હતા.
અમુકવાર હુ પણ ઘનશ્યામ મે લીધેલા પૈસા નું વ્યાજ ભરવા જતો.
મારા ભાઈ પાસે થી ખેતી કરવાં નું રોટરવેટર પણ આસકી લીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
વધુ જાણવા જેવું તો એ છે કે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ લેવામાં આવી નથી.
કહેવા માં આવ્યું કે મે ફરીયાદ નું કહ્યું તો પોલીસે કહ્યું તમારા ભાઈ નું ક્રિયાકર્મ પતી જાય પસી ફરીયાદ કરો.
ભોગ બનનાર યુવક ઘનશ્યામ દોંગા નો મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો છે.
કેમ કે ઘનશ્યામે આત્મહત્યા કરવા પહેલાં બે દિવસ અગાઉ વ્યાજખોરો નાં નામજોગ વિડીઓ ક્લિપ બનાવેલી જે અલ્પેશે પોતાનાં ફોન માં પણ સોશ્યલ મિડિયા નાં માધ્યમ થી લીધેલા હતાં.
એ જાણ થતાં જ પોલીસ દ્વારા અરજદાર નો ફોન પણ લીધેલો એ અલ્પેશે જણાવ્યું.
આમ પોલીસ વ્યાજખોરો ને છાવરી રહી છે.
પોલીસ કહે છે કે અલ્પેશ દોંગા નો મોબાઈલ ફોન પોલીસે લીધો નથી. તો બીજી બાજુ અલ્પેશ દોંગા નું કહેવું એવુ શે કે મારો ફોન પોલીસે લીધો.
પોલીસ પાસે અરજદાર નો ફોન લેવાં બાબત ખુલાસો માંગતા ગીર ગઢડા પોલીસ કહે છે કે અમે ફોન લીધો નથી.
ત્યાર બાદ અલ્પેશ દોંગા ને ફોન કરતા જાણવા મળ્યું કે કોઈ બાલુભાઈ નામના વ્યક્તિ ને પોલીસે ફોન આપ્યો અને મને ઘરે આવીને ફોન આપી ગયેલ છે.
હવે આં બાલુ ભાઈને ક્યાં પોલીસે અલ્પેશ દોંગા નો મોબાઈલ ફોન આપ્યો.
આ આત્મહત્યા ની પાછળ પોલીસ, મૃતક નાં ભાઈ અલ્પેશ ભાઈ દોંગા અને બાલુભાઈ નો શંકાસ્પદ રોલ હોઈ ??? આં બાલુ ભાઈ નો તો શું રોલ શે એ પોલીસ જ જણાવશે.
જો આં આત્મહત્યા ની કાર્યવાહી માં કોને કોનું દબાણ શે..?? વ્યાજખોરો નો બસાવ કોણ કરે શે..?? ઘનશ્યામે ઉતારેલા વિડ્યો પોલીસ કેમ મીડ્યા સમક્ષ રજુ નથી કરતી ..?? આ ચર્ચાનો વિષય બન્યો છે.
લોક મુખે ચર્ચા માં એવું જણવા મળે છે કે મૃતક ઘનશ્યામ દોંગા નો ભાઈ અલ્પેશ દોંગા વ્યાજખોરો નાં નામ જાણતો હોય અને ફરીયાદ કરાવવા ને બદલે મોટાં તોડ માં હોઈ તેવુ લોખ મુખે ચર્ચાય રહ્યું છે.
આ કિસ્સો ગીર ગઢડા તાલુકા માં “ટોપ ધ ટેન” બની ગયો છે.
હવે જોવાનું તે રહ્યું કે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સઘવી એ વ્યાજ ખોરોને ડામી દેવા નું સપનું ગુજરાત ની જનતાને બતાવ્યું છે તે ગીર ગઢડા પોલીસ પૂરું કરશે કે કેમ એ આવનારો સમય જ બતાવશે.
.. ગુજરાત ના લોક લાડીલા ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી નું સ્વપ્નું પૂરું થાય છે કે મસ્ત મોટો તોડ થાય શે..???