જામનગર: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે.
ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.
જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.