Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

મદુરાઈ થી સોમનાથ જતી સ્પેશિયલ ટ્રેન રાજકોટ ખાતે આવી પહોંચતા સૌરાષ્ટ્ર તમિલયન લોકોનું રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે ઝૂમ્યા 

મદુરાઈ થી સોમનાથ જતી સ્પેશિયલ ટ્રેન રાજકોટ ખાતે આવી પહોંચતા સૌરાષ્ટ્ર તમિલયન લોકોનું રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે ઝૂમ્યા 

મેયર શ્રી ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા સહિત અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી કર્યું ભાવભીનું સ્વાગત ૧૭ એપ્રિલ સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈ થી સોમનાથ જતી ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્ર તમિલિયન લોકો રાજકોટ રેલવે સ્ટેશન આવી પહોંચતા તેઓનું મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, કલેકટરશ્રી પ્રભવ જોશી સહિતના મહાનુભાવો એ કાઠીયાવાડી પરંપરા મુજબ તેઓને પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ તકે રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે સૌરાષ્ટ્ર તમિલિયન પ્રવાસી લોકો કોચમાંથી બહાર આવીને જુમ્યા હતા. તેમજ ચાની ચૂસ્કી પણ લગાવી હતી.

મદુરાઈ થી ઉપડેલી ખાસ ટ્રેન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે , અમને ગુજરાતમાં આવી ખૂબ જ આનંદ થયો છે. અમારું ઠેર ઠેર લાગણી પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે .

તમિલનાડુ થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશ ખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મી એ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. જ્યારે તમિલનાડુથી આવેલ શિક્ષક કેશવ તેમજ ધંધાથી સતીશ સહિતના લોકો રાજકોટ રેલવે સ્ટેશન એ તેઓને મળેલ માન સન્માનથી ખુબ ખુશ થયા હતા. તેમજ તેમણે આ તકે સૌરાષ્ટ્ર સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો

રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા પૂર્વ મેયર શ્રી રક્ષાબેન બોળીયા, ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ ડોડીયા ,પ્રાંત અધિકારી શ્રી સંદીપ વર્મા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વીપી જાડેજા , રેલ્વેનાએ ડી આરએમ શ્રી ગોવિંદ પ્રસાદ સૈનિ, તેમજ એસીએમ વી ચંદ્રશેખર, મહિલા મોરચાના અગ્રણીઓ તેમજ શહેર ભાજપના અગ્રણીઓ રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું નું સ્વાગત કર્યું હતું.

Related posts

માનગઢના જવાનનુ અકસ્માતમાં મૃત્યુ થતાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાય

samaysandeshnews

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

cradmin

ટેકનોલોજી: Appleના આગામી iPad Proમાં મોટી ડિસ્પ્લે, નવો ચિપસેટ અને એક્સેસરી હોઈ શકે છે.

cradmin

Leave a Comment

error: Content is protected !!