જામનગર : આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જામજોધપુર ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઇ: શિબિરમાં ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગેની જાણકારી અપાઇ
જામનગર તા.૧૬ ફેબ્રુઆરી, આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગામેગામ પ્રાકૃતિક કૃષિની તાલીમો અને શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તાલીમો અને શિબિરોમાં ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત વિષે સમજાવી તેમને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા કેવી રીતે બનાવવું તે પણ સમજાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે અંતર્ગત જામજોધપુર પાંજરાપોળ ખાતે યોજાયેલ શિબિરમાં જામજોધપુર તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને એકત્રિત કરી તાલીમ આપવામાં આવેલ જેમાં આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીગ્નેશ બી. પટેલ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત અંગે વિસ્તુત માહિતી આપી અને તેમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુનું મહત્વ સમજાવાયુ હતું
ત્યારબાદ શ્રી સી.બી.અજુડિયા દ્વારા પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને રસાયણ મુક્ત ખેતી અંગે ચર્ચા કરવામાં આવેલ.આ તકે નિવૃત વિસ્તરણ અધિકારી અને પાંજરાપોળના સંચાલક શ્રી પી.બી.ડઢાણીયા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું મહત્વ અને જુદી જુદી વનસ્પતીઓના અર્ક અને વનસ્પતિના એન્જાઈમ દ્વારા રોગ અને જીવાત નિયંત્રણ વિષે માહિતગાર કરેલ.વધુમાં પાંજરાપોળ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે પાંજરાપોળ દ્વારા દેશી ગાયોના ગૌમૂત્ર અને ગોબરમાંથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવવામાં આવે છે. જેનું પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવેલ. સમગ્ર શિબિરનું સુચારુ આયોજન જામજોધપુર તાલુકાના ઇન્ચાર્જ બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી રજનીશ એલ.ઠેસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.