જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બાઈક ચોરી કરતા રંગા – બિલ્લા ને પકડી પાડતી બી ડિવિઝન પોલીસબુલેટ સહિત 6 બાઈક અને વાહન ના સ્પેરપાર્ટ સાથે બે આરોપીઓ ઝડપાયા
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપ સિંહપવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી,તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીના બનાવો શોધી કાઢવા અને આવા ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરાતા .
બી પોલીસ સ્ટેશનના ડીવિઝન પીઆઈ આર.એસ.પટેલ તથા પીએસઆઈ આર.એચ.બાંટવા અને ગુન્હા શોઘક યુનીટના માણસો સતત પ્રયત્નશીલ હોય ,અને મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા ચોરીમાં ગયેલ મુદ્દામાલની શોધ ખોળ તપાસમાં કરતા પો.કોન્સ નીતિનભાઇ હીરાણી તથા પો.કોન્સ રમેશભાઇ કંરગીયા તથા પો.કોન્સ જેઠાભાઇ ને સંયુક્ત બાતમી મળેલ કે જુનાગઢ બી ડીવીઝનમાં ચોરીમાં ગયેલ કાળા કલરની સ્પલેન્ડર મો.સા , જેના રજી નં.- GJ – 11 – CF – 5201 વાળી તથા અન્ય મોટર સાઇકલો ચોરી કરનાર બે ચોર ઇસમો મોટર – સાઇકલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફેરવે છે અને આ બન્ને ઇસમો ચોરીમાં ગયેલ બાઈક લઈને જૂનાગઢ જોષીપરા આંબાવાડી એસ.બી.આઇ બેંક પાસે ઉભેલ છે તેવી ચોકકસ બાતમી મળેતા જે બાતમી હકિકત આધારે તપાસ કરતા બંન્ને ઇસમો બાઈક સાથે મળી આવતા તેની પુછપરછ માટે બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી બંન્ને ઇસમોની વારા – ફરતી પુછપરછ કરતા પ્રથમ તો ગલ્લા તલ્લા કરતા પરંતુ પોલીસ ની ભાષામાં યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતા બંન્ને ઇસમોએ જણાવ્યું કે સાત દિવસ પહેલા જૂનાગઢ જોષીપરા દેવ રેસીડન્સીમાંથી રાત્રીના સમયે સ્પલેન્ડર મો.સા. જેના રજી નં.- GJ – 11 – CF – 5201 વાળી બાઈક ચોરી કરેલાની હકિકત જણાવેલ .
જે બાઈકની કિ.રૂ. ૪૫,૦૦૦ કબ્જે કરેલ અને મજકુર બંન્ને ઇસમોની વધુ પૂછ – પરછ કરતા જૂનાગઢ શહેર વિસ્તામાંથી અલગ – અલગ જગ્યાએથી છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કુલ ૦૭ મોટર સાઇકલો ચોરી કરેલાની કબૂલ્યું
જણાવેલ અને આ મોટર સાઇકલ ચોરીમાં પોતાની સાથે હરીશ પટેલ રહે . જૂનાગઢ વાળો પણ હોવાની જણાવેલ અને બાઈક આરોપી કૈાશલ જેન્તભાઇ કાનપરા રહે , જૂનાગઢ વાળાના રહેણાકે પડેલ નું જણાવતા આ બાબતે ખરાઇ કરતા ચોરી થયેલ કુલ ૦૭ બાઈક આરોપીના ઘરેથી મળી આવતા જે તમામ બાઈક. કબ્જે કરી બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી બંન્ને આરોપીઓને હસ્તગત કરી તપાસ દરમ્યાન ખૂલેલ નામ વાળા આરોપીને પકડી પાડવા તજવિજ હાથ ધરી હતી.
પકડી પાડેલ આરોપી ( ૧ ) કૌશલ જેન્તિભાઇ કાનપરા ( ૨ ) અહેમદ ઉર્ફે અબૂડો જાવીદભાઇ શેખ બંને આરોપીઓ પાસેથી ૭ બાઈકો તેમજ બુલેટ ના સ્પેર પાર્ટ મળી આવ્યા હતા. જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ, પીએસઆઈ આર.એચ.બાંટવા તથા ગુન્હા શોધક યુનિટના પો.કોન્સ નીતિન હીરાણી,પો.કોન્સ . રમેશભાઇ કરગીયા,જેઠાભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરી આગળ ની તપાસ હાથ ધરી.