ભાવનગર : ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૪૪ કિ.રૂ.૧,૩૩,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી તથા પેરોલ. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને સંયુકત બાતમીરાહે માહિતી મળેલ કે, શિહોર,દેવગાણા, ગોપાલ આશ્રમની સામે બાવળની કાંટમાં મુકેશભાઇ ઉર્ફે મુન્નો રમણીકભાઇ સોલંકી રહે.શિહોર તથા મયુરભાઇ દિપસંગભાઇ ચૌહાણ રહે.દેવગાણા, તા.શિહોર જી.ભાવનગરવાળાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે માહિતી આધારે તપાસ કરતા ઉપરોકત બંને ઇસમો કે અન્ય કોઇ ઇસમો હાજર મળી આવેલ નહિ. તે જગ્યાએથી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
બેગપાઇપર ડિલકસ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૪૪૪ કિ.રૂ.૧,૩૩,૨૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, હરેશભાઇ ઉલ્વા, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, પીનાકભાઇ બારૈયા