ભાવનગર : વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર, વેળાવદર પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા તથા પો.કો. જયદિપસિંહ ગોહિલને વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામનાં કેદી કુંભારવાડા ખાતે હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં ભાવનગર, વેળાવદર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૨/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી મહેબુબ યુસુફભાઇ સૈયદ ઉ.વ.૩૧ રહે.શેરી નં.૭,મોતી તળાવ, મનોજ ફેકટરી સામે,કુંભારવાડા, ભાવનગર વાળા મળી આવતાં તેને ઝડપી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ