Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : મોટર સાયકલ-૦૫ કબ્જે કરી વાહન ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

 ભાવનગર : મોટર સાયકલ-૦૫ કબ્જે કરી વાહન ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- નાં ચોરી થયેલ મોટર સાયકલ-૦૫ કબ્જે કરી વાહન ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

 

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શંકાસ્પદ મોટર સાયકલો અંગે પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને શંકાસ્પદ મોટર સાયકલ અંગે મળેલ માહિતી આધારે ડાયદરજણના ખાંચામાં,નવાપરા ખાતે તપાસ કરતાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી નીચે મુજબનાં મોટર સાયકલ-૦૫ મળી આવેલ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ. જે મોટર સાયકલ અંગે કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરની પુછપરછ કરતાં અઠવાડિયા પહેલાં સવારનાં ચારેક વાગ્યે બોરડી ગેટ પાસેથી, પાંચેક દિવસ પહેલાં કુંભારવાડા, સ્મશાન સામેથી, ગઇ કાલ રાતનાં મામા કોઠા રોડ, કુકડા કેન્દ્દ ઘોઘા રોડ અને ઘોઘા રોડ, ગૌશાળા, રામાપીરનાં મંદિર પાસેથી મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. કાળા કલરનું લાલ-સફેદ પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
2. કાળા કલરનું લાલ-કાળા પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર-GJ-04-BQ 4126 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
3. કાળા કલરનું ભુરા-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા સ્પ્લેન્ડર + રજી. નંબર-GJ-04-AG 6265 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
4. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હોન્ડા CD 110 રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
5. કાળા કલરનું ગોલ્ડન-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા CD 1૦0 રજી. નંબર-GJ-01-BM 2566 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-

1. ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૦૪૬૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
2. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૩૮ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
3. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૪૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
4. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૪૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, અશોકભાઇ ડાભી, સંજયભાઇ ચુડાસમા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ

Related posts

રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં આપના દિગંજ્જ નેતા ઇસુદાન ગઢવીએ હાજરી આપી

samaysandeshnews

જામનગર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 100 માં એપિસોડનું લાઈવ પ્રસારણ કરાયું

cradmin

ક્રાઇમ: છોકરીએ 3 મહિના સુધી બળાત્કાર ગુજારતા પિતાને ગોળી મારી હત્યા

cradmin

Leave a Comment

error: Content is protected !!