Samay Sandesh News
લાઈફ કેર

Cabinet Clears Amendment To DICGC Bill

[ad_1]

નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક, યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક જેવી બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકારે મોટી રાહત આપી છે. કેબિનેટે બુધવારે થયેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગે બિલ સંસદમાં રાખવામાં આવશે. જેનાથી કોઇ બેન્ક ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોના પૈસા 90 દિવસની અંદર મળી જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠકમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ ઇન્શોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી હતી નાણામંત્રીએ કહ્યું કે, કેબિનેટે આજે ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન બિલ 2021ને મંજૂરી અપાઇ છે આ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રાખવામાં આવશે.આ સંશોધનથી ખાતાધારકો અને રોકાણકારોના પૈસા સુરક્ષિત રહેશે. આ બિલને મંજૂરી મળ્યા બાદ કોઇ પણ બેન્ક ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોના પૈસા 90 દિવસની અંદર મળશે. તેમણે કહ્યું કે, જે હેઠળ કોમર્શિયલ ઓપરેટેડ તમામ બેન્ક આવશે. પછી તે ગ્રામીણ બેન્ક કેમ ના હોય. નાણામંત્રીએ કહ્યું કે, જે હેઠળ વીમા માટે પ્રીમિયમ બેન્ક આપે છે ગ્રાહક નહીં.DICGC વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કના સબ્સિડિયરી છે અને આ બેન્ક જમા પર વીમા કવર ઉપબલ્ધ છે. અત્યાર સુધી નિયમ એ હતો કે ખાતાધારકોના પાંચ લાખ રૂપિયા વીમા હોવા પર પણ ત્યાં સુધી પૈસા નહોતા મળતા જ્યાં સુધી રિઝર્વ બેન્ક દ્ધારા અનેક પ્રકારની પ્રક્રિયા પુરી થતી નથી. આ કારણે લાંબા સમય સુધી ખાતાધારકોને એક પણ રૂપિયા મળતા નહોતા. પરંતુ એક્ટમાં ફેરફારથી ગ્રાહકોને રાહત મળશે. DICGC એ સુનિશ્વિત કરશે કે કોઇ પણ બેન્ક ડૂબી જાય તો તેના ખાતાધારકોને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની રકમ મળી જાય. અગાઉ આ રકમ ફક્ત એક લાખ રૂપિયા હતી. પરંતુ મોદી સરકારે ગયા વર્ષે તે વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી.

[ad_2]

Source link

Related posts

દેશમાં વેક્સિનેશનને લઈ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર વોર

cradmin

Health Tips: ફળો ખાધા બાદ ક્યારે ન કરો આ 8 ભૂલો, નહિ તો શરીરને થશે ભારે નુકસાન

cradmin

ટોપ 10: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સોનિયા ગાંધી સાથે મુલાકાત, જુઓ વિડીયો

cradmin

Leave a Comment

error: Content is protected !!