જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અંગે તેમજ લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી પ્રજાની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન, રોડ-રસ્તા, ગટર, સાફ સફાઇ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ ન રહે અને બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારે આયોજન હાથ ધરી કામગીરી કરવી તેમજ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના વિસ્તારોમાં પણ લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે દિશામાં આયોજન હાથ ધરી પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જે તે વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. અને 77 ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને તેના નિવારણ માટે ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેવી જોઈએ. અને લોકોની પ્રાથમિક જરૂરીયાતો પૂરી કરવીએ આપણી ફરજ છે. માટે શહેરના દરેક લોકોની જરૂરીયાતો સંતોષાય તે દિશામાં પગલાં લેવા અંગે જણાવ્યું હતું. તેમજ ઢોરના ડબ્બાઓમાં પશુઓના આરોગ્યની સંભાળ તથા પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે અને કોઈ અગવડતા ઊભી ન થાય તે વ્યવસ્થાઓ જાળવી રાખવા ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મનીષભાઈ કટારીયા, કમિશનરશ્રી ડી.એન મોદી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.