Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટરશ્રી બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકીયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફટિંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઇઝની લાઇન નાખવી, ટીસી તથા થ્રી ફેઇઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફટિંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડીયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઇટના કનેક્શન આપવા, રણજીતપર ગામે 66 કેવી મંજૂર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારું આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ પીજીવીસીએલના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર, પીજીવીસીએલના એમડી અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

jamnagar: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી હોસ્પિટલ સુધી પહોંચાડનાર નાગરિકોને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરાશે

samaysandeshnews

Tecnology: મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર હેક થાય તો શું કરવું

cradmin

વેરાવળ બાર કાઉન્સિલના મહિલા એડવોકેટ તથા મહિલા એડ્વોકેટેસઓએ મળીને વેરાવળ ડેપ્યુટી કલેકટર એસ. ઝણકાત મેડમનું સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!