[ad_1]
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ (CBSE ) આજે 12મા ધોરણનુ પરિણામ જાહેર કરી દીધુ છે. સીબીએસઇનો વિદ્યાર્થીઓને ઇન્તજાર હતો, હવે રિઝલ્ટ જાહેર થયા બાદ તમામ લોકો ખુશ છે. વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટને અધિકારિક વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in પર જઇને ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના સીબીએસઇ 12માં ધોરણનુ પરિણામ બીજી કેટલાક પ્લેટફોર્મ જેવા કે digilocker.gov.in, UMANG App અને SMS દ્વારા પણ ચેક કરી શકે છે. 30:30:40 ના ફોર્મ્યૂલાના આધાર પર જાહેર કરવામાં આવ્યુ 12મા ધોરણનુ પરિણામ-કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના પ્રકોપના કારણે સીબીએસઇ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય બાદ સીનિયર સેકન્ડરી એક્ઝામ રિઝલ્ટ ઓલ્ટરનેટિવ માર્કિંગ સ્કીમના આધાર પર જાહેર કરવામા આવ્યુ છે. આ અંતર્ગત સીબીએસઇ 12મા ધોરણનુ પરિણામ 30:30:40ના ફોર્મ્યૂલાના આધાર પર તૈયાર કરવામા આવ્યુ છે. આમાં 10 ધોરણના ટૉપ 3 સબ્જેક્ટ્સના 30 ટકા વેટેજ, 11મા ધોરણના ફાઇનલ માર્ક્સના 30 ટકા વેટેજ અને 12માના યૂનિટ ટેસ્ટ તથા પ્રેક્ટિકલ નંબરના 40 ટકા વેટેજ આપવામા આવ્યુ છે. આના આધાર પર સીબીએસઇ 12મા ધોરણના વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ છે. CBSE ઓપ્શનલ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે-
સીબીએસઇ ધોરણ 12ના પરિણામથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ ઓપ્શનલ પરીક્ષા આપી શકે છે. શિક્ષણ બોર્ડે 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે ઓપ્શનલ એક્ઝામની તારીખો પણ નિર્ધારિત કરી છે. વિદ્યાર્થીઓ ધોરણ 12નુ પરિણામ આજે જાહેર થઇ ચૂક્યુ છે. જલ્દી ઓપ્શનલ પરીક્ષાઓનુ રજિસ્ટ્રેશન માટે અરજી વિન્ડો ખોલી દેવામાં આવશે. વિદ્યાર્થીઓ 12 ધોરણનુ પરિણામ 2021 કઇ રીતે ચેક કરવુ…..
સૌથી પહેલા અધિકારીક વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
વિદ્યાર્થીઓ ધોરણ 12/10 પરિણામ 2021 લિંક પર ક્લિક કરો.
પોતાનો રૉલ નંબર અને અન્ય જરૂરી ડિટેલ્સ નોંધીને લૉગીન કરો.
વિદ્યાર્થીઓ ધોરણ 12/10 પરિણામ 2021 ડાઉનલૉડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરી દો.
ભવિષ્યના સંદર્ભ માટે રિઝલ્ટ ડાઉનલૉડ કરો અને આની પ્રિન્ટ આઉટ લઇને પણ મુકી દો.
[ad_2]
Source link