Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ કાર્યક્રમ’ ની ઉજવણી કરાઈ

જામનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ કાર્યક્રમ’ ની ઉજવણી કરાઈ

જામનગર કલેકટર કચેરીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીશ્રીઓ ઉજવણીમાં જોડાયા

”નાનામાં નાનો માણસ આજે ‘ગુજરાત મારું છે’ તે ભાવનાથી વિકાસની અવિરત યાત્રામાં સહભાગી બન્યો છે” : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર તા. 29 માર્ચ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગત તા. 12મી ડિસેમ્બર, 2022 ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. જે અંતર્ગત, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના 100 દિવસ સુશાશનની ઉજવણી કરવામાં આવી હતી.

 

‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ કાર્યક્રમ’ ની ઉજવણીના ભાગરૂપે તમામ જિલ્લામાંથી અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ’ ની વિકાસ ગાથા વર્ણવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. છેવાડાનો વ્યક્તિ પણ ‘ગુજરાત મારું છે’ તે ભાવનાથી વિકાસની અવિરત યાત્રામાં સહભાગી બન્યો છે. પ્રાયોરિટી, પોલિસી અને પર્ફોર્મન્સ- આ 3 માપદંડોના આધારે રાજ્ય સરકારે વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરી છે. દરેક નાગરિક હવે ‘વિકાસમાં વિશ્વાસ’ કરતો થયો છે. ડ્રગ્સ, માદક પીણાં અને વ્યાજખોરી સામે સરકારે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રૂ. 3 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ગુજરાત ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ગુજરાતમાં તમામ વિભાગના સંકલનથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’- આ સૂત્ર સાર્થક થઇ રહ્યું છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી. એન. ખેર, પ્રાંત અધિકારી શ્રી ડી. ડી. શાહ, ડી. આર. ડી. એ. નિયામક શ્રી ચૌધરી, જિલ્લા આંકડા અધિકારી શ્રી બી. જે. પટેલ, જિલ્લા આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી બિનલ સુથાર, જિલ્લા રોજગાર અધિકારી શ્રી સરોજ સાંડપા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી. જે. રાવલીયા તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

પાલિકાનાં વિપક્ષી નેતાઓએ ઘરેથી લાવેલા ટિફિનમાં ભોજન કર્યું

samaysandeshnews

સુરતમાં ચરસનાં વેપારમાં એક જ પરિવારનાં ચાર સભ્યોની પોલીસે કરી ધરપકડ

samaysandeshnews

Ministry: જિલ્લા માહિતી કચેરી જામનગરનાં સહાયક અધિક્ષકશ્રી એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!