Samay Sandesh News
કચ્છગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

 કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

સંતોએ શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંગે માહિતગાર કર્યા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભુજ, શનિવાર: કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજરોજ ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ મંદિરે દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમંહતશ્રી ભગવતજીવનદાસજી એ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકાર આપ્યો હતો.

 


મંદિરની મુલાકાત બાદ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ફૂલોના હાર તેમજ કચ્છી શાલથી સ્વાગત સન્માન કર્યું હતું. આ મુલાકાત વેળાએ મંદિરના ટ્રસ્ટીશ્રી જાદવજીભાઇ ગોરસીયાએ હાલમાં જ સંપન્ન થયેલ શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની વિસ્તૃત માહિતી આપી અને મંદિર દ્વારા થઇ રહેલા પ્રાકૃતિક ખેતી, સેવાકીય તેમજ ધાર્મિક પ્રકલ્પો અંગે જાણકારી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, કચ્છ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ સાથે જોડાયા હતા. આ વેળાએ પાર્ષદવર્ય જાદવજી ભગત, ધર્મચરણદાસજી, કોઠારી મૂળજીભાઇ શીયાળી, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસીયા, સલાહકાર ટ્રસ્ટી રામજીભાઇ વેકરીયા, ટ્રસ્ટી રાજુભાઇ દવે સહિત અન્ય સંતો તેમજ કચ્છ સમાહર્તાશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

samaysandeshnews

જૂનાગઢ ભાજપે સંવિધાન દિવસની ઉજવણી કરી અને જુનાગઢ કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને જલાભિષેક કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું…

samaysandeshnews

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી

cradmin

Leave a Comment

error: Content is protected !!