Samay Sandesh News
કચ્છગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ :સાફલ્ય ગાથા બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ

કચ્છ : સાફલ્ય ગાથા બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ: માલધારી સમાજની બે ગ્રામીણ દિકરીઓએ આર્ચરી પર સફળ હાથ અજમાવી નેશનલ સુધી સાધ્યું તીર

 

ઓલિમ્પિક અને કોમન વેલ્થ સુધી પહોંચવાની જિજ્ઞા રબારી અને ચેતના રબારીની તમન્ના જિજ્ઞાની ધગશ અને રાષ્ટ્રીય સિધ્ધી જોઇને માલધારી પિતાએ એક લાખની કિંમતની આર્ચરી કીટ લઇ આપી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભુજ, દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.
અહીં વાત કરવી છે અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. જે બાદ આ બંને દિકરીઓને ઉડવા માટે ખુ્લ્લું ફલક અને મોકળું મેદાન મળી ગયું. બંને દિકરીઓની કાબેલિયતને ઓળખીને આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે ૧૪ વર્ષની જિજ્ઞા અને ૧૩ વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તાજેતરમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ જિલ્લા સર્માહતાએ ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

જિજ્ઞા રબારી જણાવે છે કે, માતા – પિતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ભણતર અને રમત-ગમત ક્ષેત્રે મારી રૂચિ જોઇને આ ક્ષેત્રે આગળ વધવા મને ખુબ જ સહયોગ આપે છે. મોટાભાગે દિકરીઓને રમત-ગમતમાં કારકિર્દી બનાવવામાં સમાજ તથા વાલીઓની માનસિકતા નડતરરૂપ બનતી હોય છે. પરંતુ મારા પિતા નિરક્ષર હોવાછતાં પણ મારી પડખે ઉભા છે. મારી આર્ચરી ગેમમાં ધગશ અને નેશનલ સુધીની રમત જોઇને રૂપિયા એકલાખની કિંમતની આર્ચરી લઇ આપી છે.
રીકવર આર્ચરીમાં હથોટી ધરાવતી જિજ્ઞા આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો.૮માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે.
જિજ્ઞા અને ચેતના જણાવે છે કે, અમારા જેવા ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ જે મોટાભાગે આગળનો અભ્યાસ કરવાના સપના પણ જોઇ શકતી નથી તેવી દિકરીઓમાં રમતની આવડત પારખીને તેને સ્પોર્ટસ સ્કુલમાં તમામ પ્રકારની તાલીમ, ફુડ તથા અભ્યાસ કરાવવાની સરકારની જહેમત અમારા માટે વરદાનરૂપ છે. સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત આ પ્રકારની અપાતી સવલતો તેમજ પ્રોત્સાહન થકી અમારી સમગ્ર જીંદગી બદલાઇ ગઇ છે અને ભવિષ્યમાં અનેક દિકરીઓને આ જ રીતે તકો મળતા તેઓ સોનેરી ભારતના સપના સાકાર કરવાના સપનામાં પોતાનું યોગદાન આપી શકશે. અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરીએ છીએ જે રાજય અને દેશની દિકરીઓની માવતર બનીને ચિંતા કરી રહ્યા છે.
જિજ્ઞા વરસાણી

માધાપરની ભવ્યા ડાકીએ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવ્યો
ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભવ્યા જણાવે છે કે, સરકારની બેટી બચાવો, બેટી બઢાઓ અભિયાન થકી આજે રમત-ગમત ક્ષેત્રે છાત્રાઓને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓ તથા અભ્યાસમાં કરાતી મદદના કારણે જ મારા જેવી દિકરીઓ આગળ સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. મારા માતા-પિતાના અમુલ્ય સહયોગ થકી આજે હું મોટા સપના જોઇ શકું છું. બસ મારી તમામ વાલીઓને અપીલ છે કે, તમારી દિકરીમાં જે પણ આવડત હોય તેને ઉજાગર કરવાની તક આપો. જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.

Related posts

જામનગર : શહેરના નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

cradmin

જેતપુરનાં નવી સાંકળીમાં પક્ષીઘર (ચબુતરો) યુનિવર્સલ અમેજીંગ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું.

samaysandeshnews

Election: પાટણ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુપ્રિત સીંઘ ગુલાટી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!