Samay Sandesh News
લાઈફ કેર

Corona Air Travel Guidelines Restrictions Scheduled International Passenger Flights To From India Extended August 31st, 2021

[ad_1]

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે  ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ  31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.  DGCAએ આજે એક નિવેદનમાં કહ્યું કે, ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ 31 ઓગસ્ટ 2021 સુધી લાગુ રહેશે. આ રોક ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્સ અને એ ફ્લાઈટ પર નહીં હોય જેઓને DGCAએ મંજૂરી આપી છે. જો કે અમુક નક્કી કરેલ રૂટ્સ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી શકે છે.
કોરોના મહામારીને કારણે ગત વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ અને ઘરેલુ યાત્રી ઉડાનો પર રોક લગાવવામાં આવી હતી. જો કે ઘરેલુ ઉડાનોને મે 2020માં અમુક શરતો સાથે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક યથાવત રહી હતી. DGCA માર્ચ 2020 બાદથી અનેક વખત ઈન્ડરનેશનલ ફ્લાઈટ પર રોક વધારી ચૂકી છે. સરકારે મહામારીને કારણે દુનિયા અલગ-અલગ દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું હતું.વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટ વંદેભારત મિશન હેઠળ ગત વર્ષે મેથી કામ કરી રહી છે. અમુક દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલની વ્યવસ્થા પણ કરાઈ હતી. ભારતે 27 દેશોની સાથે એર બબલ કરાર કર્યો હતો. જેમાં યુએસ, યુકે, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ જેવા દેશ સામેલ છે. બે દેશોની વચ્ચે થયેલ એર બબલ કરાર હેઠળ દેશોની એરલાઈન્સની વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંને દેશોના ક્ષેત્રમાં ઉડાન ભરી શકે છે. પણ દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપને કારણે અનેક દેશોએ તેના પર રોક લગાવી દીધી હતી.દેશમાં કોરોનાની સ્થિતિદેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 43 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોરોનાના કેસ નોંધાયા અને 555 સંક્રમિતોના મોત થાય છે. કેરળમાં સૌથી વધારે 22064 નવા કેસ સામે આવ્યા. જોકે દેશભમાં છેલ્લા 24 કલાકમાં 42360 લોકો કરોનાથી ઠેક થયા છે એટલે કે ગઈકાલે 1315 એક્ટિવ કેસ વધ્યા છે. કોરોનાના કુલ કેસ મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 15 લાખ 72 હજાર લોકો સંક્રમિત થાય છે. તેમાંથી 4 લાખ 23 હજાર 217 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 7 લાખ 43 હજાર લોકો ઠીક પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટવિ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર 155 લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત ચે, જેની સારવાર ચાલી રહી છે. 

[ad_2]

Source link

Related posts

CBSE ધોરણ-12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ

cradmin

ટોપ 10: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સોનિયા ગાંધી સાથે મુલાકાત, જુઓ વિડીયો

cradmin

Covid19 Updates: ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા કોરોના દર્દીમાં વધી જાય છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

cradmin

Leave a Comment

error: Content is protected !!