જામનગર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.એન.કન્નર અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.એસ.આર.રાઠોડ ના
માર્ગદર્શન હેઠળ જામનગરના મેઘપર,પડાણા,કાનાલુસ તેમજ લેબર કોલોની પરપ્રાંતીય મજૂરોની રહેણાક વિસ્તારની બાજુમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૧૨ કેસ કરવામાં આવેલ તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની
વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૧૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું
વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૮ કેસ કરેલ કુલ ૩૯ કેસ કરેલ જેમાં રૂપિયા ૭૦૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસરશ્રી નીરજ મોદી,તાલુકા સુપર વાઈઝર જી.પી.મકવાણા,જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાંથી મહેશભાઈ ડાંગર હાજર રહેલ.