Samay Sandesh News
hariyanaગુજરાતટોપ ન્યૂઝશહેર

WHO : હરિયાણામાં બનેલી કફ સિરપે બાળકોના જીવ લીધા

WHO : હરિયાણામાં બનેલી કફ સિરપે બાળકોના જીવ લીધા : ભારતની કફ સિરપે બાળકોના જીવ લીધા: WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત; ભારત સહિત ઘણા દેશોમાં વેચાણ ચાલુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલાં 4 કફ સિરપ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. WHOએ કહ્યું હતું કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતાં નથી.

 WHOએ કહ્યું હતું કે ગામ્બિયામાં 66 બાળકનાં કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયાં છે. આ સિરપના સેવનથી બાળકોનાં મોત થયાં હશે. આ પ્રોડક્ટ પણ હાલમાં ફક્ત ગામ્બિયામાં જ મળી આવી છે.

WHOએ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે. ઘણા સવાલો છે..

 ઓવરડોઝના કિસ્સામાં જીવલેણ: દવાઓમાં આ ઘટકોને મહત્તમ 0.14 મિલીગ્રામ પ્રતિ કિલો સુધી મિશ્રિત કરી શકાય છે. જો એ 1 ગ્રામ પ્રતિ કિલોએ વધુ પ્રમાણમાં મિશ્રિત થાય છે તો એ મૃત્યુનું કારણ બની શકે છે. WHO અથવા આ કંપનીઓએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે જે દવાથી મોત થયાં છે, એમાં આ ઘટકોની માત્રા કેટલી હતી?

 

મનુષ્યો પર આ ઘટકોની અસર 3 તબક્કામાં થાય છે

પ્રથમ તબક્કો: પ્રથમ બે દિવસમાં ઊલટી, ઝાડા, પેટમાં દુખાવો થવા લાગે છે. એને માઇનોર કોમા પણ કહેવાય છે.

 

બીજો તબક્કો: ત્રીજા-ચોથા દિવસે કિડની ફેલ્યર થાય છે. પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે. બ્લડપ્રેશર વધે છે. હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જાય છે.

 

ત્રીજો તબક્કો: પાંચમાથી દસમા દિવસ સુધી પેરાલિસિસ થઈ શકે છે. વ્યક્તિ ડીપ કોમામાં જઈ શકે છે. મૃત્યુ પણ થઈ શકે છે. જો આ ઘટકોને કારણે એક વખત દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય તો તેને બચાવી લેવામાં આવે તોપણ કિડનીની સમસ્યા રહે છે. તેને ડાયાલિસિસની પણ જરૂર પડી શકે છે.

 

 

Related posts

પાટણ : પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીની લાશ મળી

cradmin

Election: MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લેતાં જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા

samaysandeshnews

Junagadh : SOGએ જૂનાગઢના ચોરવાડમાંથી ચરસનો 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!