Samay Sandesh News
અન્ય

Crime: હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં

Crime: હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં: યુવા વર્ગ નશાખોરીનાં કળણમાં કેવો ખૂંપી રહ્યો છે તેની ચિંતા કરાવે એવો કિસ્સો બહાર આવ્યો છે. ઘટનાં એવી છે કે હિમાચલપ્રદેશની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી પરત આવતાં યુવક યુવતી વળી ચરસ લઇને સુરત આવ્યાં હતાં. બંનેની સુરત રેલવે સ્ટેશનેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.


સુરત યુવાવર્ગની નશાખોરીએ શી હાલત કરી છે તેનો લાલબત્તી ધરતો આ કિસ્સો કહી શકાય.સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે યુવક અને યુવતીની સુરત રેલવે સ્ટેશનેથી ધરપકડ કરી છે. યુવક અને યુવતી બંને હિમાચલ પ્રદેશમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોર્ટની તારીખમાં હાજરી આપી પરત સુરત આવી રહ્યા હતા. ચરસ સાથે બંનેની ધરપકડ સુરત રેલવે સ્ટેશનથી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કરવામાં આવી છે. બંને હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો લાવ્યાં હોવાની કબૂલાત પણ કરી છે. સુરત પોલીસે તેમની પાસેથી 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી.સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહ્યું છે. આ અંતર્ગત કરોડો રૂપિયાનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યાં છે અને

Read more:- સુરતમાં બે હત્યાનાં બનાવ માં ગણતરીનાં કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડતી પોલીસ…

ધરપકડો પણ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ચરસ કેસમાં પહેલાં ધરપકડ અને ત્યારબાદ કોર્ટમાં હાજરી આપી ફરી સુરત આવી રહેલા યુવક યુવતીની ચરસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનો 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી. માહિતીનાં આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. આ યુવા જોડી સુરત રેલવે સ્ટેશનનાં પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાનાં કસોલ ખાતેથી આ ચરસનો જથ્થો ખરીદી આ બંને આરોપીઓ ટ્રેનમાં બેસી ગયાં હતાં અને સુરત આવ્યાં હતાં. આરોપી શ્રેયાંસ ગાંધી વર્ષ 2021માં હિમાચલ પ્રદેશનાં ભુનતર વિસ્તારમાં 650 ગ્રામ ચરસ સાથે પકડાયો હતો. ત્યાં કોર્ટમાં હાજરી આપીને તેઓ પરત આવી રહ્યાં હતાં.લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, આ યુવક યુવતીએ ટ્રાવેલ બેગમાં ચરસ મૂક્યું હતું. વર્ષ 2021 માં એનસીબી દ્વારા 7 ગ્રામ ચરસનાં જથ્થા સાથે પકડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં પણ હાલ તેમની સામે તપાસ ચાલી રહી છે. પોલીસે 11,886 રૂપિયાનો 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દા માલ મળી 57966 રૂપિયાની મતા કબજે કરી હતી. સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

India Corona Update : ANI @ANI · 28m India Reports 43,509 Fresh Infections, 38,465 Recoveries In The Last 24 Hours

cradmin

Jetpur : જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે ગંદકીથી પરેશાન લોકોએ ગ્રામ પંચાયતને જાણ કરી હોવા છતાં ગંદકી દૂર ના કરવા પર સ્થાનિકો માં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદ મારામારી ના દ્રશ્યો સર્જાયા :

samaysandeshnews

૧૫ ઓગસ્ટની રજામાં ફરવા જવું મોંઘું પડશે, અમદાવાદ-ગોવાની વન વે ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો,

cradmin

Leave a Comment

error: Content is protected !!