Crime: સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી મૃતદેહ પેટી પલંગમાં છુપાવી દીધો: સુરતનાં વેડરોડ વિસ્તારમાં 7 વર્ષીય બાળકી ઘરમાં લઇ જઈ નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી, એટલુ જ નહીં હત્યાં કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા પેટી પંલગમાં સંતાડી ફરાર થઇ ગયો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી રીઢો ગુનેગાર છે અને તે સુરતનાં અલગ અલગ પોલીસ મથકમાં ૧૪ વખત વાહનચોરીનાં ગુનામાં ઝડપાઈ ચુક્યો છેસુરતના વેડરોડ સ્થિત વાળીનાથ ચોક પાસે એક 7 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન બાળકીની લાશ પડોશમાં રહેતાં યુવકનાં ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલાં પેટી પંલગમાંથી બાળકીની લાશ મળતાં ચકચાર મચી જવાં પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતોપોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બપોરનાં સાડા અગ્યારેક વાગ્યાનાં અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી અને બાદમાં લાશને પોતાનાં જ ઘરમાં રહેલી પેટી પંલગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો.