Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Crime: સુરતમાં મોજશોખ પુરા કરવાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ

Crime: સુરતમાં મોજશોખ પુરા કરવાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ: સુરતમાં પોતાના મોજશોખ પુરા કરવા માટે વહેલી સવારે અને રાત્રીના સમયે વગર નંબર પ્લેટની મોટર સાયકલ પર આંટાફેરા મારી એકલ-દોકલ દેખાતા રાહદારીને

નિશાન બનાવી પર્સ અથવા મોબાઇલની સ્નેચિંગ કરતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા આઠ મોબાઈલ, સ્નેચિંગ કરેલ સોનાનું મંગળસૂત્ર સહિત બે મોટર સાયકલ મળી 2.34 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ઝડપાયેલ ગેંગમાં જમીલ પઠાણ નામનો શખ્સ હત્યા, મારામારી, પ્રોહીબિશન, જુગાર જેવા ગુનામાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે.સુરત શહેરમાં બનતા મોબાઈલ અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં

Read more:- છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

રહેલી ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. મોબાઈલ અને ચેન સ્નેચિંગ કરતી રીઢા ગેંગના ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. ગેંગના માણસો પાસેથી ક્રાઈમ બ્રાન્ચે સ્નેચિંગ કરેલ આઠ મોબાઈલ,તૂટેલ સોનાનું મંગળસૂત્ર સહીત બે મોટર સાયકલ મળી 2.34 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related posts

સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

samaysandeshnews

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સંદેશ

cradmin

જામનગર શહેરમાં કોરોના વધતા જતા સંક્રમણને લઈને મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!