Samay Sandesh News
અન્યક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Crime: ભ્રષ્ટાચાર ના ભોરિંગ સામે લાલ આંખ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

Crime: ભ્રષ્ટાચાર ના ભોરિંગ સામે લાલ આંખ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા: જામનગર મહાનગરપાલિકામાં રોડ રસ્તા,લાઈટ,પાણીની ભૂગર્ભ કે અન્ય ટેન્ડરો જે ભરવામાં આવે છે. તેમાં સ્થાનિક એજન્સી કે

સ્થાનિક કોન્ટ્રાકટર ને ટેન્ડર મળતું નથી અને બહારના જીલ્લા એજન્સીને કોન્ટ્રાકટરને ટેન્ડર મળવાથી ખુબ મુશ્કેલી થાય છે કારણકે જામનગર સિવાયના કોઇપણ બહારના વ્યક્તિને ટેન્ડર મળવાથી બહારના કોન્ટ્રાકટર સ્થાનિક કામકાજમાં દેખરેખ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

રાખી શકતા નથી કે આવતા નથી કે ફોન ઉપાડતા નથી એન પેટામાં કોન્ટ્રકટર આપી હોવાથી ભયંકર ભ્રષ્ટાચાર થાય છે. વિશેષમાં બહારના વ્યક્તિ જે ટેન્ડર ભરેલ તે જામનગર મહાનગરપાલિકા ના અધિકારી ના સગાવ્હાલા હોય અથવા અધિકારીઓ ખોટા બીલોમાં સહી કરીને પોતાની ભાગીદારી હોવાથી ભ્રષ્ટાચાર થાય છે પ્રજાના પૈસાનું પાણી થાય છે અને નબળું કામ થાય છે.

Read more:- સુરત માં રેલ્વે સ્ટેશનનાં ભીડભાડવાળા રૂટ પર અતિક્રમણ હટાવવાં મહાનગરપાલિકા પહેલ કરી

જે કામો પુરા થઈ જાય પછી બહારના કોન્ટ્રાકટર દ્વારા કોઇપણ જાતની સ્થાનિકોની ફરિયાદ કે કોર્પોરેટર ની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી. બહારના કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા પછી ચાલ્યા જાય છે.અને ગેરેંટી પીરીયડમાં કામ પણ પૂરું થતું નથી.અને ગેરંટી પીરીયડ પહેલા કોઇપણ ફરિયાદ હોય તો તેને નિકાલ આવતું નથી.પરંતુ સ્થાનિક કોન્ટ્રાકટર હોય તો ગેરેંટી પીરીયડ પહેલા તેના પાસે રીપેર કે કોઇપણ ફરિયાદ નો નિકાલ થઇ શકે અથવા તેના વિરુધ્ધ કાર્યવાહી થઈ શકે પરંતુ બહારના કોન્ટ્રાકટર વિરુધ્ધ કઈપણ કરી શકે તેમ નથી.

ટેન્ડરમાં ઓછા ભાવથી,ટેન્ડર લાગવાથી ભયંકર ભ્રષ્ટાચાર થાય છે અને પાછળથી મિટીમાં વધારાનો ખર્ચ મંજુર કરવો પડે છે જેથી ઓછા ભાવથી ડાઉનમાં ટેન્ડર ભરવાથી જે કામ શક્ય જ ન હોય તે ભાવ નાખીને અધિકારીઓ સાથે મિલીભગત કરીને ભ્રષ્ટાચાર થાય છે.

તેથી વાસ્તે અરજ કરવાની કે જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અટકાવવા અને અધિકારીઓની મિલીભગત અને ભાગ બટાઈ થતી બંધ કરવા જામનગર સ્થાનિક એજન્સી કે કોન્ટ્રાકટરને ટેન્ડર મળે તેમજ જે વ્યક્તિને ટેન્ડર લાગે તેને પેટા માં ટેન્ડર આપવામાં આવે નહિ અને બહારના કોઇપણ માણસને ટેન્ડર ભરે નહિ તો ભ્રષ્ટાચાર અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા કોર્પોરેટર રચનાબેન એસ. નંદાણીયા દ્વારા મુખ્યમંત્રી સહિત કમિશ્નર શ્રી, જામનગર મહાનગરપાલિકા., ગુજરાત રાજ્યમાં ચુટાયેલા તમામ ધારાસભ્યશ્રી, મેયર શ્રી,જામનગર મહાનગરપાલિકા. અને સ્ટે.કમિટી ચેરમેનશ્રી,જામનગરને દ્વારા રજૂઆત કરી છે

Related posts

હળવદ શહેરના સરા ચોકડી પાસેથી 10 ટન રેતી ભરેલુ ડંમ્પર ઝડપાયું

samaysandeshnews

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ વિસર્જન કુંડમાં નગરજનો દ્વારા 1513 પ્રતિમા વિસર્જિત કરાઈ

cradmin

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!