Crime: મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ પાવર મોડ્યુલ અને કેબલ નાં મુદ્દામાલ સાથે આરોપીઓની પકડી પાડતી હારીજ પોલીસ: હારીજ પોલીસ દ્વારા મોબાઇલ ટાવર પરથી ગઈ તા.૨૫/૧૨/૨૦૨૨
ના રોજ ચોરી થયેલ પાવર મોડ્યુલ અને કેબલ સહિત રૂ. 8,65,500/-ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટક કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
હારીજ તાલુકામાં ગંજ બજાર, લાટી બજારમાં તથા બોરતવાડા ગામે આવેલ ટાવર ઉપર લગાવેલ એરીક્સન કંપનીના આર.આર.યુ મોડ્યુલ (RRUS 12 B1) નંગ-૦૯ ,6mm નો કેબલ વાયર આશરે ૫૦ મીટર, જંપર કેબલ વાયરના ટુકડા નંગ-૧૨
Read more:- પતંગનાં દોરા વડે ગળા કપાયાં બાદ પોલીસ તંત્ર જાગ્યું…
મળી કુલ કી.રૂ.૭,૭૭,૦૦૦/-ની ચોરી થતા ઇન્ડસ કંપનીના ટાવરોની દેખભાળ રાખવાનો કોન્ટ્રાકટ ધરાવતી આર.એસ.સીક્યુરીટીમા ફિલ્ડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગેમરભાઇ શકરભાઇ દેસાઈનાઓએ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કે. કે. પંડ્યા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક રાધનપુર વિભાગના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટે. ગુ.રજી. નં-11217009220789 u/s 379,447 મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરતા અગાઉ મોબાઈલ ટાવર ના કેબલ ચોરીમાં પકડાયેલ રીઢા આરોપી રમેશજી ઉર્ફે પીન્ટુ શોરાબજી ઠાકોર રહે આંબલીવાસ, થરા, બનાસકાંઠાવાળાઓને પકડી ગુન્હા બાબતે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા પોતે પોતાના મળતિયા માણસો શ્રવણભાઇ જેશાજી હાલાજી રોટાતર (માજીરાણા) રહે.અમીરગઢ ઉગમણો વાસ હનુમાનચોક તા.અમીરગઢ, જી.બનાસકાંઠા અને આનંદગીરી દશરથગીરી શ્યામગીરી ગૌસ્વામી રહે.માનપુર (ઉણ) તા.કાંકરેજ જી.બનાસકાંઠા સાથે ગુન્હા કરેલાંની કબૂલાત કરેલ. જેથી ગુન્હામાં સામેલ 3 આરોપીઓને અટક કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે.