Crime: ખેડબ્રહ્માની દાનમૂહડી સુકાઅંબા અને રતનપુર સાબરમતી નદીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા: નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો કરી રહ્યા છે ખનનની રાત દિવસ ચોરી RTO ના નિયમના ધજીયા.
ખેડબ્રહ્મા તાલુકાના દાનમૂહડી સુકાઅંબા અને રતનપુરમાં થી ટ્રેક્ટર ચાલકો રાત દિવસ ખનનની ચોરી કરી રહ્યા છે. તો દિવસના 40 થી 50 ટ્રેક્ટર હજારો રૂપિયાની રેતીની ચોરી કરી સરકારની રોયલ્ટી ઉપર નુકસાન પહોંચાડી રહ્યા છે. તો આ ટ્રેક્ટર ચાલકો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આરટીઓનો નિયમ પણ ઉલ્લંઘન કરી રહ્યા સે અને નંબર પ્લેટ વગરના ટેકટરો રાત દિવસ રેતીની ચોરી કરી રહ્યા છે. તો કેમ આ ટ્રેક્ટર ચાલકો ઉપર કોઈ પણ સરકારની ડર નથી કે કોઈપણ અધિકારીના ડર વગર રાત દિવસ હેરાફેરી કરી રહ્યા છે. તો શું લોકોનું વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હિંમતનગર કે ખેડબ્રહ્મા કોઈપણ અધિકારી આ ટ્રેક્ટર ચાલાક ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો અમુક ટકા લોકોએ વારંવાર રજૂઆતો કરી છે. અધિકારીઓની સાથે ટેલિફોનિક પણ વાત કરવામાં આવી છે. તો તેમ છતાં પણ આજ સુધી દિનમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. તો શું આ લોકોને કોઈપણ તંત્રનો ડર વગર બેફામ બની અને હાઇવે રોડ ઉપર બેફામ બની ચાલી રહ્યા છે.
શહેરમાં કોઈ વાહન ચાલકનું વાહન નંબર પ્લેટ વગરનું હોય અથવા તો લાઇસન્સ ન હોય તો ટ્રાફિક પોલીસ અને આરટીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ વાહન ચાલક સામે લાલ આંખ કરે છે પરંતુ રેતીનું ખનન કરતા આ ભૂ માફીયાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે આ તમામ કાર્ય અધિકારીઓની રહેમ નજર હેઠળ થતું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે અને લોકો દ્વારા એવું પણ જાણવામાં આવે છે કે whatsapp ગ્રુપ થી આ લોકો પોતાના ટ્રેક્ટરો આ રોડ ઉપર પ્રસાર કરી અને કોન્ટેકો દ્વારા આ લોકો પોતોના ટ્રેક્ટર રોડ ઉપર બહાર કાઢે સે અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ ખનનનું હજારો રૂપિયાની ચોરી કરવામાં આવી રહી છે. તો કેમ આટલા સમયથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. કે આવા રેતી ભરેલા ટ્રેક્ટરોની ડીટેન પણ કરવામાં આવ્યા નથી આજ દિન સુધી તો શું આ બાબતે ઉચ્ચ અધિકારી આવીને આ બેફામ બનેલા માફિયાઓની અટકાયત થશે કે શું અને આરટીઓ દ્વારા આવા જે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો ચાલી રહ્યા છે.તો એ લોકો ઉપર તો સરકારશ્રીના નિયમ આધીન આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરોના આ કોણ છે. માલિક એ પણ જાણવા મળતું નથી. તો આ બાબતે ઉચ્ચ અધિકારી આવીને આવા બેફામ બનેલા માફિયાઓની અટકાયત કરશે કે શું એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.